Not Set/ રાજ કપુરના પત્નિ કૃષ્ણા રાજ કપુરનું 87 વર્ષે નિધન

મુંબઇ, બોલીવુડના દિગ્ગજ ગણાતાં સ્વર્ગસ્થ રાજકપુરના પત્ની કૃષ્ણા રાજ કપુરનું 87 વર્ષની વયે અવસાન થયું છે.સોમવારે વહેલી પરોઢે 4 વાગ્યે કૃષ્ણા રાજ કપુરે અંતિમ શ્વાસ લીધા હતા. કૃષ્ણા કપુરના નિધન પર તેમના પૌત્રી રીધ્ધીમા સહાનીએ ઇન્સ્ટાગ્રામ પર દાદી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું કે લવ યુ સો મચ આરઆઇપી દાદી. https://www.instagram.com/p/BoX_SSjhfrN/?taken-by=riddhimakapoorsahniofficial   1946માં રાજકપુર સાથે […]

Top Stories Trending

મુંબઇ,

બોલીવુડના દિગ્ગજ ગણાતાં સ્વર્ગસ્થ રાજકપુરના પત્ની કૃષ્ણા રાજ કપુરનું 87 વર્ષની વયે અવસાન થયું છે.સોમવારે વહેલી પરોઢે 4 વાગ્યે કૃષ્ણા રાજ કપુરે અંતિમ શ્વાસ લીધા હતા. કૃષ્ણા કપુરના નિધન પર તેમના પૌત્રી રીધ્ધીમા સહાનીએ ઇન્સ્ટાગ્રામ પર દાદી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું કે લવ યુ સો મચ આરઆઇપી દાદી.

https://www.instagram.com/p/BoX_SSjhfrN/?taken-by=riddhimakapoorsahniofficial

 

1946માં રાજકપુર સાથે લગ્ન બાદ તેમને રણધીર, રિષી, રાજીવ, રીમા અને રીતુ એમ પાંચ બાળકો થયા હતા.

પુત્ર રણધીર કપૂરે પરિવાર તરફથી સ્ટેટમેન્ટ જાહેર કરતાં કહ્યું કે ‘મને એ જણાવતા દુઃખ થાય છે કે આજ સવારે મેં મારી માતાને ગુમાવી દીધી છે. તેમના અંતિમ સંસ્કાર ચેમ્બુરમાં કરવામાં આવશે.

તાજેતરમાં પહેલા તે પુત્ર રિષી કપૂરના બર્થ ડે સેલિબ્રેશન સમયે પેરિસમાં જોવા મળ્યા હતા, તે સમયે આખો પરિવાર હાજર હતો.

ઉલ્લેખનીય છે કે રીશી કપુર તેમની બિમારીની સારવાર માટે અમેરિકા ગયા છે ત્યારે આ દુખદ સમાચાર સામે આવ્યાં છે.

કષ્ણા રાજ કપુરના નિધન પર બોલીવુડની ફિલ્મની હસ્તીઓએ સોશિયલ મીડીયામાં શોક વ્યક્ત કર્યો હતો.