Not Set/ લખનઉ શૂટઆઉટ મામલે માયાવતીએ સરકાર પર બોલ્યો હુમલો, કહ્યું,”યોગી રાજમાં બ્રાહ્મણોનું થઇ રહ્યું છે શોષણ”

લખનઉ, ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં એપલ કંપનીના મેનેજર વિવેક તિવારીના મોતનો મામલે દેશભરમાં ચર્ચાનો કેન્દ્રબિંદુ બન્યો છે, ત્યારે હવે આ શૂટઆઉટની ઘટનાને લઈ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં સત્તારૂઢ યોગી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. વિવેક તિવારીના મોતનો મામલે હવે વર્તમાન યોગી સરકારને રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીઓએ આડે હાથ લીધી છે. આ […]

Top Stories India Trending

લખનઉ,

ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં એપલ કંપનીના મેનેજર વિવેક તિવારીના મોતનો મામલે દેશભરમાં ચર્ચાનો કેન્દ્રબિંદુ બન્યો છે, ત્યારે હવે આ શૂટઆઉટની ઘટનાને લઈ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં સત્તારૂઢ યોગી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

વિવેક તિવારીના મોતનો મામલે હવે વર્તમાન યોગી સરકારને રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીઓએ આડે હાથ લીધી છે. આ વચ્ચે સોમવારે બસપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું હતું કે, “આ મામલે અમે પરિવાર સાથે છીએ. સરકારે આરોપી પોલીસવાળાઓ વિરુધ સખ્ત કાર્યવાહી કરવી જોઈએ”.

બસપા પ્રમુખે સરકાર પર હુમલો બોલતા કહ્યું, “યોગી રાજમાં બ્રાહ્મણોનું શોષણ થઇ રહ્યું છે”.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, “રાજ્યના કાયદો અને વ્યવસ્થા સુધારવી જોઈએ”. જો તેઓ રાજ્યના મુખ્યમંત્રી હોત તો હું પહેલા પોલીસવાળા વિરુધ એક્શન લીધા બાદ જ પરિવારને મળ્યા હોત”.

મુખ્યમંત્રી જ ઈચ્છે છે કે લોકોનું એન્કાઉન્ટર થાય : અખિલેશ યાદવ

માયાવતી બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ યોગી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું, “મુખ્યમંત્રી પર જ ગંભીર ધારાઓ લાગેલી છે. તેઓ પોતે જ ઈચ્છે છે કે, લોકોનું એન્કાઉન્ટર થાય અને તેઓની ભાષામાં હોય છે કે, ગોળી જ મારી દો”.

પોલીસ કોન્સ્ટેબલની ગોળી એપલ કંપનીના મેનેજર વાગતા થયું હતું મોત

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવાર રાત્રે લખનઉના VVIP વિસ્તાર ગોમતીનગરથી જયારે એપલ કંપનીના મેનેજર વિવેક તિવારી સાથી કર્મીને ડ્રોપ કરવા માટે આવી રહ્યા હતા, ત્યારે ફરજમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ તેઓને ગાડી રોકવા માટે કહ્યું હતું. પરંતુ વિવેક તિવારીએ ગાડી ન રોકતા કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી હતી અને તે તેઓના માથામાં જઈને વાગી હતી. આ કારણે વિવેક તિવારીનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું.

આ કોઈ ઘટના નહિ પણ હત્યા છે : મૃતક વિવેકની પત્ની

જો કે આ ઘટના અંગે પોલીસ દ્વારા કરાયેલા દાવાઓ અંગે મૃતક વિવેકની પત્ની કલ્પનાએ સવાલો ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, આ કોઈ ઘટના નથી પણ હત્યા છે. પોલીસે મારા પતિની ગોળી મારીને હત્યા કરી છે”.

તેઓએ વધુમાં કહ્યું, “પોલીસને મારા પતિ પર ગોળી શા માટે ચલાવવામાં આવી. મારી પતિ સાથે રાત્રે ૧.૩૦ વાગ્યે વાત થઇ હતી અને આ સમયે સના વિવેક સાથે હતી, મને એ અંગે જાણકારી હતી”.