ભાવનગર,
ભાવનગર ખાતે આજે ભાવનગર ભાજપ બૃહદ કારોબારીની એક બેઠક યોજાય હતી. લોકસભા સીટના પ્રભારી મહેશભાઈ કસવાલા અને સહપ્રભારી પ્રકાશભાઈ સોની ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આગામી લોકસભા ચુંટણી પૂર્વે સરકાર અને સંગઠનમાં થયેલા અને નક્કી કરવામાં આવેલા કામો અંગે કાર્યકરોને જાણકારી આપવા તેમજ બુથ કામગીરી અંગે માર્ગદર્શન આપવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે આજે ભાવનગર ખાતે ભાવનગર ભાજપ બૃહદ કારોબારી લોકસભા સીટના પ્રભારી મહેશભાઈ ક્સવાલા અને સહપ્રભારી પ્રકાશભાઈ સોની ની અધ્યક્ષતામાં યોજાય હતી.જેમાં શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા સહિતના તમામ પુરુષ અને મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો તેમજ કાર્યકર્તાઓ ને ઉચ્ચ કારોબારી બેઠકમાં લેવાયેલા નિર્ણયો ની જાણકારી આપવામાં આવી હતી તેમજ આવનારી ચુંટણી પૂર્વે બુથ લેવલના કામો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
