આજથી ઘણા સમય પહેલા દૂરદર્શન ચેનલ પર ગુજરાતી ફિલ્મો અને ચિત્રહારને ખુબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવતું હતું. જેને સમગ્ર ફેમિલી, જોડે બેસીને હળવાશની પળોમાં નિહાળતી હતી. અને આ જ ચેનલમાં દિલીપ વાઘેશ્વરી નામની વ્યક્તિ કે, જે પ્રોગ્રામ એકઝ્યુકેટીવ હેડ તરીકે કાર્યરત હતી.

તેણે ગેરકાયદેસર રીતે રોયલ્ટી મેળવવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હતા. અને ઘણા સમય સુધી તેનો દુરઉપયોગ કરીને રોયલ્ટી મેળવી હતી. જોકે વર્ષ 2016 માં સીબીઆઈના કાને સમગ્ર મામલાની વાત પહોંચતા સમગ્ર મામલો કોર્ટના દ્વારે પહોંચ્યો હતો.
આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 18 સાક્ષીઓની જુબાની તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે દિલીપ વાઘેશ્વરીને દોષિત જાહેર કરાયા છે. સાથે જ સીબીઆઈ કોર્ટના સ્પેશિયલ પી.પી દિનેશ શર્માની ધારદાર રજૂઆતોના આધારે સીબીઆઈ કોર્ટના જજ જે.કે પંડ્યાએ આરોપી દિલીપ વાઘેશ્વરીને 1 વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
