Not Set/ પરિવારે છૂટાછેડા કરાવતા યુવક-યુવતીએ કાપી નસો : યુવતીનું મોત

અમદાવાદ શહેરના રિલીફ રોડ પર આવેલી કિનારા ઈન હોટલમાં સુરતના યુવક-યુવતીએ ઝેરી દવા પી લઇ અને હાથની નસો કાપી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો  મુજબ, સુરતના વરાછા રોડ પર રહેતા દિનેશભાઇ મનજીભાઇ સોલંકી તેમના પરીવાર અને બે પુત્રીઓ સાથે વસવાટ કરે છે. દિનેશભાઈની મોટી પુત્રી નયના ખાનગી શાળામાં નોકરી કરે […]

Ahmedabad Top Stories Gujarat

અમદાવાદ શહેરના રિલીફ રોડ પર આવેલી કિનારા ઈન હોટલમાં સુરતના યુવક-યુવતીએ ઝેરી દવા પી લઇ અને હાથની નસો કાપી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગતો  મુજબ, સુરતના વરાછા રોડ પર રહેતા દિનેશભાઇ મનજીભાઇ સોલંકી તેમના પરીવાર અને બે પુત્રીઓ સાથે વસવાટ કરે છે. દિનેશભાઈની મોટી પુત્રી નયના ખાનગી શાળામાં નોકરી કરે છે. આ દરમિયાન નયનાનો સંપર્ક જયશ્રીબેન પટેલ નામની મહિલા સાથે થયો હતો.

જયશ્રીબેન પટેલે નયના અને તેની બીજી બહેનના લગ્ન કરાવી દીધા હતા, જેની જાણ પરિવારને નહતી. પરિવારજનોએ બે દીકરીઓ ગુમ થઇ હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. થોડા દિવસ બાદ એમની પુત્રીઓએ લગ્ન કરી લીધા હોવાની જાણ થઇ હતી.

પરંતુ જયારે સાસરિયાઓને જાણ થઇ કે નયના દલિત યુવતી છે, તો તેઓ નયનાના પતિને છૂટાછેડા આપવા દબાણ કરતા હતા. રવિ અને નયનાએ મંગળવારે કિનારા ઈન હોટલમાં ઝેરી દવા પી, નસો કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન નયનાનું મોત થયું હતું, જયારે રવિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.