Not Set/ #INDvWI : ચાઈનામેનની ગુગલીમાં ફસાઈ કેરેબિયન ટીમ, ભારતે ઇનિંગ્સ અને ૨૭૨ રને હાંસલ કરી શાનદાર જીત

રાજકોટ, રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઇનિંગ્સ અને ૨૭૨ રને શાનદાર વિજય હાંસલ કર્યો છે. આ સાથે જ ભારતે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ હાંસલ કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૯ વિકેટના નુકશાને ૬૪૯ રન પર ડિક્લેર કરી છે. […]

Top Stories Trending Sports

રાજકોટ,

રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઇનિંગ્સ અને ૨૭૨ રને શાનદાર વિજય હાંસલ કર્યો છે. આ સાથે જ ભારતે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ હાંસલ કરી છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૯ વિકેટના નુકશાને ૬૪૯ રન પર ડિક્લેર કરી છે. ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ ઇનિંગ્સ માત્ર ૧૮૧ રનમાં તંબુભેગી થઇ ગઈ હતી. આ સાથે જ ભારતે વિરોધી ટીમને ફોલોઓન આપવામાં આવ્યું હતું.

હાલમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમે પોતાની બીજી ઇનિંગ્સમાં પણ ૧૯૬ રન જ બનાવી શકી હતી અને ઇનિંગ્સ અને ૨૭૨ રને હારનો સ્વાદ ચાખ્યો હતો. પોતાની પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારનાર યુવા બેટ્સમેન પૃથ્વી શોને “મેન ઓફ ધ મેચ” એવોર્ડ આપવામાં આવ્યો છે.

મહેમાન ટીમ તરફથી ઓપનર બેટ્સમેન ક્રેગ બ્રેઈથવેટ ૧૦ રન બનાવી ઓફ સ્પિન બોલર આર અશ્વિનનો પ્રથમ શિકાર બન્યો હતો. ત્યારબાદ શાઈ હોપ ૧૭ રન, સુનિલ એમ્બ્રીસ ૦ રન, શિમ્રોન હેટમીર ૧૧ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા છે.

sports-indvwi-india-west-indies-team india win the-first-test-match-inings and 272 runs

જયારે ઓપનર બેટ્સમેન પોવેલે સૌથી વધુ ૮૩ રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન સ્પિન બોલર કુલદીપ યાદવ, જાડેજા અને આર અશ્વિનની ફીરકી સામે ટકી શક્યા ન હતા.

ભારત તરફથી ચાઈનામેન કુલદીપ યાદવે સૌથી વધુ ૫ વિકેટ ઝડપી હતી, જયારે રવીન્દ્ર જાડેજાએ ૩ અને અશ્વિને ૨ વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ ઇનિંગ્સમાં ૧૮૧ રનમાં થયું ઓલ આઉટ

આ પહેલા વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ઇનિંગ્સમાં ૧૮૧ રન નોધાવ્યા હતા. વિધી ટીમના બંને ઓપનર બેટ્સમેન ક્રેગ બ્રેઈથવેટ ૨ રન અને પોવેલ ૧ રન બનાવી પેવેલિયનમાં ભેગા થઇ હતા. જયારે શાઈ હોપ ૧૦ રન, સુનિલ એમ્બ્રીસ ૧૨ રન, શિમ્રોન હેટમીર ૧૦ રન તેમજ કીમો પાઉલ ૪૭ રન બનાવી આઉટ થયા હતા.

કેરેબિયન ટીમ તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન ચેજે સૌથી વધુ ૫૩ રન બનાવી આઉટ થયો હતો.  અને દેવેન્દ્ર બિશું ૧ રને રમતમાં છે. આ સાથે જ વેસ્ટ ઇન્ડીઝ ભારત કરતા હજી પણ ૪૯૧ રન પાછળ છે.

ભારત તરફથી ઝડપી બોલર આર અશ્વિને સૌથી વધુ ૪, મોહમ્મદ શામીએ ૨ વિકેટ, જયારે જાડેજા, ઉમેશ યાદવ અને કુલદીપ યાદવે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી છે.

પ્રથમ ટેસ્ટની રમત આગળ ધપતા મેચના બીજા દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. ટીમ ઇન્ડીયાના રન મશીન કહેવાતા કોહલીની આ ટેસ્ટ કેરિયરની ૨૪મી સદી છે.

વિરાટ કોહલીએ આ દિગ્ગજોને છોડ્યા પાછળ

બીજી બાજુ કેપ્ટન વિરાટ કોહલીએ ૨૪મી સદી ફટકારવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૪ સદી ફટકારવા મામલે ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, વેસ્ટ ઇન્ડીઝના મહાન પ્લેયર સર વિવિયન રિચર્ડ તેમજ પાકિસ્તાનના મોહમ્મદ યુસુફને પાછળ છોડ્યા છે.

વિરાટ કોહલીએ માત્ર ૧૨૩ ઇનિંગ્સમાં જ ૨૪ સદી ફટકારી છે. આ મામલે હવે કોહલી કરતા આગળ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સર ડોન બ્રેડમેન જ આગળ છે. ડોન બ્રેડમેને માત્ર ૬૬ ઇનિંગ્સમાં ૨૪ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

https://twitter.com/ICC/status/1048131091796819968

વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંત ૯૨ રન અને  કોહલી ૧૩૯ રન બનાવી આઉટ થયા છે. બીજી બાજુ કોહલી બાદ ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ પોતાના કેરિયરની પ્રથમ સદી ફટકારી છે.

જયારે વેસ્ટ ઇન્ડીઝ તરફથી સ્પિન બોલર દેવેન્દ્ર બિશુએ સૌથી વધુ ૪ વિકેટ, લેવિસે ૨ વિકેટ ઝડપી છે.

હાલમાં રાજકોટ ટેસ્ટમાં ડેબ્યુ કરનારા પૃથ્વી શોએ પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ શાનદાર સદી ફટકારી છે. આ સાથે ૧૮ વર્ષીય સ્ટાર યુવા ખેલાડી શો ભારતીય ટીમ તરફથી પહેલી ટેસ્ટ મેચમાં જ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

અન્ડર ૧૯ ટીમના કેપ્ટન રહી ચુકેલા શો એ માત્ર ૯૯ બોલમાં જ પોતાની સદી પૂરી કરી હતી. પૃર્થ્વી શો ૧૩૪ રન બનાવી આઉટ થયો છે, જયારે હાલમાં કેપ્ટન વિરાટ કોહલી ૭૨ રન અને પંત ૧૭ રને રમતમાં છે.

જો કે આ પહેલા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ૩ રનના સ્કોરે જ ટીમને પહેલો ઝટકો લાગ્યો હતો. ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ પોતાનું ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ૮૬ રન તેમજ રહાને ૩૫ રન બનાવી આઉટ થયા હતા.