Vadodara News/ વડોદરામાં PM મોદીના રોડ શો પહેલા કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસ પહેરો? આશિષ જોશીના ગંભીર આક્ષેપ

વડોદરામાં PM મોદીના રોડ શો પહેલા કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશી (Ashish Joshi)ના ઘરે પોલીસ દેખરેખ રાખવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. ઘટનાને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે.

Top Stories Gujarat Vadodara Breaking News
કોંગ્રેસ નેતા Ashish Joshi સામે પોલીસની કાર્યવાહી?

Vadodara News: વડોદરા શહેરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમ માટે આવી રહ્યા છે. આ સાથે હરણી ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, PM મોદીના પ્રવાસ પહેલા શહેરમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસ નેતા અને કોર્પોરેટર આશિષ જોશી (Ashish Joshi)એ આરોપ લગાવ્યો છે કે તેમના નિવાસસ્થાને પાણીગેટ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી હતી. આશિષ જોશીનો દાવો છે કે પોલીસ કર્મચારીઓ તેમના ઘરની બહાર પહેરો ગોઠવી બેઠા હતા.

આશિષ જોશીના ગંભીર આક્ષેપ

આશિષ જોશી (Ashish Joshi)ના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે પોલીસ કર્મચારીઓને પૂછ્યું કે શું તેમને અહીં દેખરેખ માટે કોઈ સત્તાવાર આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો.આ દરમિયાન મીડિયા દ્વારા કેમેરા શરૂ થતાં જ એક પોલીસકર્મી નજીકના મંદિર પાસે આવેલા ટોયલેટમાં ઘૂસી ગયો હતો.

બાદમાં બહાર આવી Ashish Joshiએ જણાવ્યું હતું કે, “હું મહાદેવના દર્શન કરવા આવ્યો હતો અને ટોયલેટ લાગતા અંદર ગયો હતો.”ઘટનાસ્થળે હાજર અન્ય એક પોલીસકર્મી બૂટ વગર જ રસ્તા પર દોડતા નજરે પડ્યા હતા, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.

‘કોંગ્રેસના કાર્યકરો પર કેમ નજર રાખવામાં આવે છે?’

કોર્પોરેટર આશિષ જોશી (Ashish Joshi)એ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પર સતત નજર કેમ રાખવામાં આવે છે? તેમણે હરણી બોટ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, “રોડ શો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હરણી બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકો અને શિક્ષિકાઓને હજુ સુધી ન્યાય મળ્યો નથી.”આશિષ જોશીના આક્ષેપો બાદ વડોદરાના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો:VS હોસ્પિટલ ક્લિનિક્લ ટ્રાયલમાં 3નાં મોતની આશંકા, કોંગ્રેસ કોર્પોરેટરે પરિવારને વળતર અપાવવાની માગ કરી

આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષનાં નેતા માટે કવાયત, કોંગ્રેસ કોર્પોરેટરમાં વિપક્ષ નેતા બનવા ભારે હોડ

આ પણ વાંચો:રાજકોટ કોંગ્રેસનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસ કોર્પોરેટરો આવશે અમદાવાદમાં