નવી દિલ્હી,
MDH મસાલાના માલિક અને મસાલા કિંગ મહાશય ધર્મપાલ ગુલાટીના નિધન થયા હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, ધર્મપાલ ગુલાટીનું ૬ ઑક્ટોબર, શનિવાર રાત્રીના સમયમાં નિધન થઇ ગયું છે. તેઓએ રાજધાની દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

જો કે આ પ્રકારની અફવાઓ સામે આવ્યા બાદ પરિવારજનો દ્વારા એક વીડિયો રજૂ કરવામાં આવ્યો છે અને આ સમાચારને એક અફવા ગણાવી છે. વીડિયો સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, “મસાલા કિંગ ગુલાટી એકદમ સ્વસ્થ છે”.
सीमा कुमार गिल का फ़ेसबुक पोस्ट बताता है कि #MDH मसाले के सरताज धर्मपाल जी सही सलामत हैं। इस पोस्ट के साथ एक वीडियो भी है जिसके बारे में ये पोस्ट कहता है कि ‘आज सुबह मँगाया गया’ है।
कृपया फ़ैक्ट चेक कर ही ख़बर को आगे बढ़ाएँ। pic.twitter.com/MphR8hUAdW
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) October 7, 2018
ધર્મપાલ ગુલાટીના જમાઈ સુભાષ શર્માએ જણાવ્યું હતું કે, “કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા તેઓના પિતાનો ફોટો લગાવીને તેમના નિધનની અફવાઓ ફેલાવવામાં આવી હતી”.
તેઓએ વધુમાં જણાવ્યું, “ધર્મપાલ ગુલાટીની ઉંમર ૯૬ વર્ષની છે અને તેઓ એકદમ સ્વસ્થ છે. અફવાઓ ફેલાયા બાદ અમારા દ્વારા એક વીડિયો બનવવામાં આવ્યો હતો અને આ અફવાઓનું ખંડન કરવામાં આવ્યું હતું.
કોણ છે ધર્મપાલ ગુલાટી ?
ધર્મપાલ ગુલાટીની જન્મ વર્ષ ૧૯૨૨માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો અને ત્યારબાદ ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો.
દિલ્હી આવ્યા બાદ તેઓએ મસાલાના વેપારમાં પોતાનું પગલું માંડ્યું હતું અને ૧૯૫૯માં MDH મસાલા નામની કંપની ઉભી કરી હતી જે આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આજે દેશભરમાં MDH મસાલાની ૧૫ ફેક્ટરીઓ છે.
