Not Set/ 86th Air Force Day : વાયુસેનાના જવાનો આકાશમાં આ રીતે બતાવી રહ્યા છે પોતાનું પરચમ

ગાઝિયાબાદ,  દેશની આન બાન અને શાન કહેવાતી એવી સેનાની ત્રણ પાંખોમાંની એક ભારતીય વાયુસેના દ્વારા સોમવારે પોતાનો ૮૬મો એરફોર્સ ડે મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ દિવસના અવસર પર ગાઝિયાબાદના હિડન એયરબેસ પર વાયુસેના ફાઈટર પ્લેન દ્વારા પોતાની તાકાતનો પરચમ લહેરાવવામાં આવી રહ્યો છે. #WATCH Indian Air Force Day celebrations underway at Hindon Air Force Station in […]

Top Stories India Trending

ગાઝિયાબાદ, 

દેશની આન બાન અને શાન કહેવાતી એવી સેનાની ત્રણ પાંખોમાંની એક ભારતીય વાયુસેના દ્વારા સોમવારે પોતાનો ૮૬મો એરફોર્સ ડે મનાવવામાં આવી રહ્યો છે.

national-air-force-day-indian-air-force-parade-soldiers-ghaziabad

આ ખાસ દિવસના અવસર પર ગાઝિયાબાદના હિડન એયરબેસ પર વાયુસેના ફાઈટર પ્લેન દ્વારા પોતાની તાકાતનો પરચમ લહેરાવવામાં આવી રહ્યો છે.

સોમવાર સવારથી જ ફાઈટર પ્લેન દ્વારા પરેડ શરૂ કરવામાં આવી છે અને તેઓ પોતાના કરતબો બતાવી રહ્યા છે.

national-air-force-day-indian-air-force-parade-soldiers-ghaziabad

પરેડ દરમિયાન જગુઆર, બિસન, MiG-29, મિરાજ-2000, સુખોઈ જેવા એયરક્રાફ્ટ પોતાની તાકાત બતાવી રહ્યા છે અને સમગ્ર દુનિયા આજે ભારતીય સેનાની તાકાત જોઈ રહી છે.

૮૬મો એરફોર્સ ડે પર વાયુસેનાના પ્રમુખ બી એસ ધનોવાએ જણાવ્યું હતું કે, “વાયુસેના કોઈ પણ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. અમારી તાકાતમાં સતત વધારો થઇ રહ્યો છે. વાયુસેનાના બેડામાં અપાચે, રાફેલ, S – 400 જેવી સિસ્ટમ અમારી તાકાતને વધારશે.

national-air-force-day-indian-air-force-parade-soldiers-ghaziabad

આ ખાસ દિવસે વાયુસેનાના પ્રમુખ બી એસ ધનોવા, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર તેમજ વાયુસેનાના ઘણા મોટા અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાયુસેના દ્વારા સચિન તેંડુલકરને ગ્રુપ કેપ્ટનની માનદ ઉપાધિ આપવામાં આવી છે.

https://twitter.com/VPSecretariat/status/1049141026768789506

બીજી બાજુ વાયુસેના દિવસના ખાસ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત દેશના મોટા નેતાઓ દ્વારા શુભકામનાઓ આપવામાં આવી છે.

મહત્વનું છે કે, ૮ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ ભારતીય સેનાની ત્રણેય પાંખોમાંની એક વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી જ આ દિવસને વાયુસેના દ્વારા “એરફોર્સ ડે” તરીકે મનાવવામાં આવે છે.