અમદાવાદ,
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે એક પરપ્રાંતય યુવક દ્વારા બાળકી પર કરાયેલા બળાત્કાર મામલાને લઈ ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો પર કરવામાં આવી રહેલા હુમલાઓની ઘટનામાં વધારો થયો છે.
I spoke to Gujarat CM y'day. We're in touch with them.They're monitoring situation.Those who've committed a crime should be punished but no bias should be harboured for others: Bihar CM Nitish Kumar on violence against UP/Bihar migrants in Gujarat after a rape case in Sabarkantha pic.twitter.com/vrdnddlGW1
— ANI (@ANI) October 8, 2018
રાજ્યભરમાં વધી રહેલા આ હુમલાઓને લઈ હવે પરપ્રાંતિય લોકો દ્વારા પલાયન કરવામાં આવી રહ્યું છે અને તેઓ પોતાના રાજ્યોમ પાછા ફરી રહ્યા છે, ત્યારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે વાત કરી છે અને પોતાના રાજ્યોના લોકો માટે સુરક્ષાની અપીલ કરી છે. જો કે ત્યારબાદ, CM રુપાણી દ્વારા બંને મુખ્યમંત્રીઓને સુરક્ષાનો ભરોષો આપ્યો છે.
Gujarat CM has clearly told me that no such incident has taken place in last 3 days. Ppl who are jealous of development in Gujarat are spreading such rumours. Effective steps have been taken by Gujarat govt: UP CM on attacks on UP & Bihar people in #Gujarat pic.twitter.com/VJa3QQiPCW
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 8, 2018
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે, હું એ રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે વાતચીત કરી હતી. અમે તેઓના સંપર્કમાં છીએ અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
The situation is under control in Gujarat, appeal to people to maintain peace and brotherhood. The culprit of the rape case was arrested within 24 hours. We will ensure severe punishment for the culprit: Gujarat CM Vijay Rupani pic.twitter.com/opG6I0nfCa
— ANI (@ANI) October 8, 2018
આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “પરપ્રાંતીયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું, “પરપ્રાંતીયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે”.
રાજ્યની પરંપરા અંગે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું, “ગુજરાતની પરંપરા રહી છે કે અન્ય પ્રાંતમાંથી આવતા લોકો, સમાજને તેણે પોતાના ગણી સ્વીકાર્યા છે. અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક માહોલમાં રહે છે. ગુજરાત અને ગુજરાતીઓની આ વિશેષતા છે કે, તેમણે અન્ય રાજ્યના લોકોને પોતીકા ગણ્યા છે”.
શું છે આ મામલો ?
અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના તાલુકાના ઢુંઢર ગામે ૧૪ મહિનાની એક બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, રેપનો આરોપી બિહારનો રહેવાસી ૨૦ વર્ષનો છોકરો છે.
આ માહિતી સામે આવ્યા બાદ જ ગુજરાતભરમાં વસતા બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે અને ત્યારથી જ આ પરપ્રાંતિય લોકો દ્વારા પલાયન કરવામાં કરવામાં આવી રહ્યું છે.
