Not Set/ જેટલીની રાહત જનતા માટે વિલન બનવાના એંધાણ, સતત ચોથા દિવસે પણ પેટ્રોલના ભાવમાં ઝીંકાયો વધારો

નવી દિલ્હી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા સતત ભડકા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટાડો ફરીથી દેશની સામાન્ય જનતા માટે વિલન બની શકે છે એવા એંધાણ જોવા મળી રહ્યા છે. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ઓઈલના ભાવમાં કરાયેલા ઘટાડાની જાહેરાત બાદ સતત ચોથા દિવસે પણ ઓઈલ કંપનીનો […]

Top Stories Trending Business

નવી દિલ્હી,

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા સતત ભડકા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટાડો ફરીથી દેશની સામાન્ય જનતા માટે વિલન બની શકે છે એવા એંધાણ જોવા મળી રહ્યા છે.

નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ઓઈલના ભાવમાં કરાયેલા ઘટાડાની જાહેરાત બાદ સતત ચોથા દિવસે પણ ઓઈલ કંપનીનો દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલો વધારો યથાવત રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થયેલા વધારા બાદ મંગળવારે પણ રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં ભાવમાં ૨૩ પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ સાથે જ એક લીટર પેટ્રોલ ૮૨.૨૬ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

જયારે ડીઝલના ભાવમાં પણ ૨૯ પૈસાની વૃદ્ધિ જોવા મળી છે, આ સાથે જ એક લીટર ડીઝલ ૭૪.૧૧ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

business-petrol-diesel-price-delhi-mumbai-increase-rate-goverment-relief

મુંબઈમાં પણ પેટ્રોલમાં થયેલા ૨૩ પૈસાના વધારા સાથે ૮૭.૭૩ રૂપિયા, જયારે ડીઝલના ભાવમાં ૩૧ પૈસાના વધારા સાથે એક લીટર ડીઝલ ૭૭.૬૮ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

જયારે ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો, એક લીટર પેટ્રોલ ૭૯.૨૧ રૂપિયા તેમજ ડીઝલ ૭૭.૪૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.