નવી દિલ્લી
દક્ષિણી-પશ્ચિમી દિલ્લીમાં કિશનગઢ વિસ્તારમાં ટ્રીપલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. કિશનગઢ વિસ્તારના એક જ પરિવારના ત્રણ સભ્યોની ચપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવી છે.
આ ઘટના સવારે ૫ વાગ્યે બની છે. ૪૫ વર્ષીય મિથિલેશ, ૪૨ વર્ષીય તેની પત્ની સિયા અને તેમની ૧૬ વર્ષીય પુત્રી નેહાની હત્યા કરવામાં આવી છે જયારે તેમનો ૧૯ વર્ષીય દીકરો ઘાયલ થયો છે.
#Visuals from Delhi: Three members of a family stabbed to death in Vasant Kunj's Kishangarh, one member injured. Police present at the spot. More details awaited. pic.twitter.com/VWmnc7pzzt
— ANI (@ANI) October 10, 2018
મિથિલેશ વ્યવસાયે કોન્ટ્રાક્ટર હતા અને તેઓ તેમના પરિવાર સાથે છેલ્લા ઘણા વર્ષોથી કિશનગઢ વિસ્તારમાં રહેતા હતા. મિથિલેશ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.
પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી આ પૂરા મામલા પર તપાસ કરી રહી છે. જયારે ઘટના બની ત્યારે બિલ્ડીંગના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો તેવી જાણકારી મળી છે. પોલીસ મિથિલેશના દીકરાની હાલ પુછપરછ કરી રહી છે.
જો કે અત્યાર સુધી આ ટ્રીપલ મર્ડર પાછળનું રહસ્ય જાણવા મળ્યું નથી.
.
