મુંબઇ
90ના દાયકામાં ફિલ્મ કલાકારના સુપરહિટ ગીત નીલે-નીલે અંબર પરના રીમિક્સથી હિટ થયેલ સિંગર નીતિન બાલીનું માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયુ છે. તેમની પત્ની ટીવીની જાણીતી અભિનેત્રી રોમા બાલી છે. જાણકારી મુજબ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા બાદ હોસ્પિટલથી ઘરે આવ્યા બાદ તેમનુ મોત થઈ ગયુ.
સુત્રોના જણાવ્યા મુજબ, 47 વર્ષીય નીતિન બાલી મલાડથી બોરીવલી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન તેની કાર ડીવાઈડર સાથે અથડાઈ ગઈ. ગંભીર રીતે ઘાયલ નીતિનને સારવાર બાદ ઘરે લઈ જવામાં આવ્યો. જો કે, ઘરે પહોંચ્યાના થોડા સમય બાદ નીતિનને લોહીની વોમીટ થવા લાગી અને હૃદયના ધબકારા અનિયમિત થવા લાગ્યા જેથી તેને ફરી હોસ્પિટલ ખસેડાયો હતો,જોકે ડોક્ટર તેને બચાવી શક્યા નહીં.
પોલિસના સુત્રો કહે છે કે 47 વર્ષીય નીતિન બાલી બોરીવલીથી મલાડ સ્થિત તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે દોલતનગર પાસે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ. અમે તેને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા અને તેની સામે રેશ ડ્રાઈવિંગનો ગુનો નોંધીને જામીન પર મુક્ત કર્યો. ત્યાંથી તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડોક્ટરે તેને સારવાર માટે દાખલ થવાનું કહ્યું પરંતુ નીતિને ઈનકાર કર્યો. સવારે આશરે 6.30 કલાકે તે પત્ની સાથે ઘરે જવા રવાના થયો.
ઘરે પહોંચ્યાને થોડા સમય બાદ નીતિન બાલીને લોહીની ઉલટીઓ થવા લાગી. તેમનું બીપી ઘટી ગયું અને હૃદયના ધબકારા અનિયમિત થતા બેભાન થઈ ગયા. પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા પરંતુ બચાવી શક્યા નહીં.
