Not Set/ બોર્ડના પરીક્ષાર્થી છે કે, પછી પાસાના આરોપી/ પરીક્ષામાં વિદ્યાર્થીને ટોઈલેટ જવું હશે તો પટાવાળા પણ સાથે આવશે…!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માટે નિરીક્ષકો માટે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. જે અનુસાર દરેક પરીક્ષા સ્થળે પાંચ ખંડ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે. જોકે, આ પાંચ ખંડ નિરીક્ષકો પૈકી એક મહિલા શિક્ષિકાને ફરજિયાત મૂકવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે હવે દરેક પરીક્ષા કેન્દ્ર પર એક મહિલા ખંડ […]

Uncategorized

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માટે નિરીક્ષકો માટે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. જે અનુસાર દરેક પરીક્ષા સ્થળે પાંચ ખંડ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે. જોકે, આ પાંચ ખંડ નિરીક્ષકો પૈકી એક મહિલા શિક્ષિકાને ફરજિયાત મૂકવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે હવે દરેક પરીક્ષા કેન્દ્ર પર એક મહિલા ખંડ નિરીક્ષક ફરજ બજાવશે.

આ રાજ્યમાં બનતી  ગુનાઈત  પ્રવૃતિઓને નાથવામાં નિષ્ફળ આ સરકાર હવે વિદ્યાર્થીઓ જ જાણે  ગુનેગાર હોય તેવો વ્યવહાર કરી રહીછે. શિક્ષણબોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા વિદ્યાર્થીઓ જાને ગુનેગાર હોય તેવું છતું કરી રહી છે.

આ પરીક્ષા વર્ષે વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બૂટ અને મોજાં કાઢીને પ્રવેશ કરે તે માટે સ્થળ સંચાલકોએ સૂચના આપવાની રહેશે. ઉપરાંત વિદ્યાર્થી ચાલુ પરીક્ષા દરમિયાન ટોઇલેટ જવા માંગતો હોય તો પટાવાળાને સાથે મોકલવાનો રહેશે. સરકાર દ્વારા આવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છની સહજાનંદ ઇન્સ્ટીટયુટ નો વિવાદ સમયો નથી. મહિલા આયોગ ના અધ્યક્ષ લીલાબેને આ અંગે જણાવ્યું હતું કે, આ દીકરીઓ સાથેની આ ઘટના ઘણી જ નિંદનીય છે. આવા કુરિવાજો બંધ કરવા જોઈએ.  અમે આ મામલે સુઓમોટો કરી છે. અને કચ્છ જીલ્લાના sp  સાથે પણ આ અંગે વાતચીત થી છે. અને આ પરિસ્થિતિ માં યોગ્ય પગલા લેવા માટે વિનંતી કરી છે.

જયારે વિજય ભાઈ રુપાણીએ પણ આ મુદ્દે કાયદેસર પગલા ભરવાની વાત કરી છે.. તો હવે જોવાનું એ રહ્યું કે…આ વિદ્યાર્થીઓની વહારે સરકાર આવે છે  પછી… આપની દીકરીઓ શિક્ષણના નામે આમજ અપમાનિત થતી રહેશે..?

તો શું બોર્ડની પરીક્ષા આપતી વિદ્યાર્થીનીઓ સાથે આ રીતનો વ્યવહાર યોગ્ય છે…? શું વિદ્યાર્થીની સાથેની આ ઘટના નિંદનીય નથી..? શું આ મુદ્દે મહિલા આયોગ કે મુખ્યમંત્રી વિદ્યાર્થીનીઓની વહારે આવશે કે પછી …?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.