મુંબઈ
બોલીવુડ ‘કિંગ શાહરૂખ ખાન’ અને સ્ટાર અભિનેત્રી ‘કેટરિના કૈફ’ હાલ તેની અપકમિંગ ‘ફિલ્મ ઝીરો’ના શુટીંગમાં વ્યસ્ત છે ત્યારે શાહરૂખએ શૂટ દરમિયાન સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી હતી. તમને જણાવી દઈએ કે આ ફોટો શેર કરતા કિંગ ખાને તેની 25 વર્ષ પહેલાની ફિલ્મ ડરને યાદ કરી હતી. તેમની કટરીના તસ્વીર શેર કરી હતી અને તેમાં લખ્યું હતું કે કેટરીના તુ આઈસ્ક્રીમ નથી ખાતી. તુ ખુબજ મહેનતથી કામ કરે છે અને તે મને ફિલ્મ ડરની યાદ કરાવી દીધી છે. ‘આઈ લવ યુ Kkkkk katrina.’
Cos she doesn’t eat ice cream in real, Cos she has worked so hard & cos this reminds me of Darr…on @aanandlrai #Zero the film…’I lov u kkkKatrina..’ pic.twitter.com/YWZYClrcOQ
— Shah Rukh Khan (@iamsrk) March 17, 2018
થોડા દિવસ પહેલા કટરીનાએ તેના એકાઉન્ટમાં શાહરુખની સેલ્ફી શેર કરી હતી અને ફિલ્મ ઝીરોના સેટ પરથી એક વિડીયો પણ શેર કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં લિક થઇ ચૂકયો છે જેમાં શાહરૂખ પોતે જોવા મળી રહ્યા છે.આ વિડીયોમાં લખવામાં આવ્યું છે ઓન સેટ.
Katrina Kaif films Shahrukh Khan on the sets of #Zero pic.twitter.com/8oQtzExXjG
— Katrina Kaif Online (@KatrinaKaifFB) March 16, 2018
તમને જણાવી દઈએ કે ‘આનંદ એલ રોય’ની ફિલ્મમાં આ બંને સ્ટાર સાથે ‘અનુષ્કા શર્મા’ પણ જોવા મળશે અને એકવાર ફરી શાહરૂખનો અલગ અંદાજ જોવા મળશે.
