Not Set/ ઈડરિયા ગઢમાં બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ પહોંચ્યા, બજારમાં એક્ટિવા પર ફરી લોકોનું કર્યુ અભિવાદન

ઈડરિયા ગઢે એક વાર ફરી બોલિવૂડનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. બોલિવૂડ સુપર સ્ટાર રણવીરસિહની ફિલ્મનું છેલ્લા ત્રણ દિવસથી ઈડરનાં ગઢ અને ઇડરનાં બજારોમાં શુટિંગ ચાલી રહ્યું છે. બે દિવસ ઈડરનાં ગઢમાં શુટિંગ કર્યા બાદ આજે ઈડરનાં ટાવર વિસ્તારમાં સવારનાં સમયે ફીલ્મનું શુટિંગ કરાયું હતું. ત્યારે શુટિંગ માટે ઈડરનાં લોકોએ સ્વયંભુ બજાર બંધ રાખ્યું હતું. […]

Uncategorized

ઈડરિયા ગઢે એક વાર ફરી બોલિવૂડનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. બોલિવૂડ સુપર સ્ટાર રણવીરસિહની ફિલ્મનું છેલ્લા ત્રણ દિવસથી ઈડરનાં ગઢ અને ઇડરનાં બજારોમાં શુટિંગ ચાલી રહ્યું છે. બે દિવસ ઈડરનાં ગઢમાં શુટિંગ કર્યા બાદ આજે ઈડરનાં ટાવર વિસ્તારમાં સવારનાં સમયે ફીલ્મનું શુટિંગ કરાયું હતું. ત્યારે શુટિંગ માટે ઈડરનાં લોકોએ સ્વયંભુ બજાર બંધ રાખ્યું હતું.

Image result for ranveer singh in idar

પ્રાપ્ત અહેવાલ મુજબ ઈડરમાં છેલ્લા ત્રણ દિવસથી મુંબઈથી શુટિંગનાં રસાલા સાતે બોલિવૂડ સ્ટાર રણવીર આવી પહોચ્યો છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ આ ફિલ્મનું નામ જયેશ ભાઈ જોરદાર છે. રણવીરસિંહે આ ફિલ્મનાં શૂટિંગ બાદ આજે એક્ટિવા ચાલકની પાછળ બેસી અને મુખ્ય બઝારમાં ચક્કર માર્યો હતો. ગુજરાતી વ્યક્તિ જયેશભાઈનાં કિરદારને નિભાવી રહેલો રણવીર આજે કાયમની જેમ મસ્ત મૌલા જેવો દેખાયો હતો. રણવીરે ઈડરનાં ચાહકોને હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું.

Image result for ranveer singh in idar

ઈડરમાં શુટિંગ ચાલી રહ્યું છે ત્યારે શહેરનાં ટાવર ચોક અને ઈડર નગરપાલિકાનાં વિસ્તારને બંધ કરી દેવાયો હતો. જો કે તેના કારણે સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સવારથી જ પોલીસ અને ખાનગી લોકો દ્વારા શુટિંગ માટે આ વિસ્તારોને દોરડા સહિતની વસ્તુઓ દ્વારા બંધ કરીને શુટિંગ કરવામાં આવ્યું હતું. જો કે ત્યાં આસપાસનાં બિલ્ડિંગ પર લોકો ચઢીને શુટિંગ નિહાળ્યું હતું અને એક્ટરને જોયાનું ખુશી વ્યક્ત કરતા દેખાયા હતા.

પંદરેક વર્ષ પહેલા અમિતાભ બચ્ચને પોતાના આલ્બમ ‘કભી-કભી’નું શુટિંગ ઇડર ગઢમાં કર્યું હતું. જો કે બિગ બીએ જે જગ્યાએ શૂટિંગ કર્યું તેને ભૂમાફિયાઓએ નેસ્તનાબૂદ કરી દીધુ છે. આપને જણાવી દઇએ કે, ઈડર ગઢ બચાવવા માટે લોકો આંદોલન પણ કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.