Not Set/ બનાસકાંઠા/ ચુડમેરમાં ઝુંપડામાં લાગી આગ, કોઈ જાનહાની થઇ નથી

રાજ્યમાં આગની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સુરત બાદ હવે બનાસકાંઠાના ચુડમેર ગામની આગની ઘટના સામે આવી છે.અહીં ઝુંપડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન આગ લાગતા આ અંગે થરાદ ફાયર સ્ટેશનને જાણ કરાતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાયટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. […]

Gujarat Others

રાજ્યમાં આગની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સુરત બાદ હવે બનાસકાંઠાના ચુડમેર ગામની આગની ઘટના સામે આવી છે.અહીં ઝુંપડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન આગ લાગતા આ અંગે થરાદ ફાયર સ્ટેશનને જાણ કરાતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ફાયર ફાયટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.

આગમાં કોઈ જાનહાનિ થયાનુ પણ જાણવા મળ્યુ નથી. નાના એવા ચુડમેર ગામમાં આગ લાગવાની ઘટનાથી ગામલોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.