Not Set/ વલસાડ/વાંકી નદીમાં જોવા મળ્યો યુવકનો તરતો મૃતદેહ

વલસાડ વાંકી નદીમાં એક યુવાનનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. વહેલી સવારે વલસાડના એક પ્રવેશ દ્વાર સમા વાંકી નદીના પુલ પર યુવાનનો મૃતદેહ જોવા મળતા લોકોની ભીડ એકત્રિ થઇ ગઈ હતી. જે બાદ આ વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી […]

Gujarat Others

વલસાડ વાંકી નદીમાં એક યુવાનનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. વહેલી સવારે વલસાડના એક પ્રવેશ દ્વાર સમા વાંકી નદીના પુલ પર યુવાનનો મૃતદેહ જોવા મળતા લોકોની ભીડ એકત્રિ થઇ ગઈ હતી.

જે બાદ આ વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

આપને જણાવી દઈએ કે આ યુવાનના મૃતદેહને સ્થાનિક તરવ્યાઓ દ્રારા બહાર કાઢવામાં આવ્યો હતો. હજી સુધી એ નથી જાણવા મળ્યું કે આ મૃતદેહ કોનો છે અને કઈ રીતે આ નદી માં આવ્યો. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.