Not Set/ મુંબઈ : અલીબાગ સ્તિથ કિંગ ખાનનું ફાર્મ હાઉસ IT વિભાગે કર્યું સીલ

મુંબઈ, આર્થિક રાજધાની મુંબઈના અલીબાગ સ્તિથ બોલીવુડ કિંગ શાહરુખ ખાનના અવૈધ ફાર્મ હાઉસને IT વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. અલીબાગની ખેતીની જમીન પર અવૈધ બંગ્લોઝ બનાવવાના આરોપમાં આયકર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અભિનેતા શાહરુખ ખાનને IT વિભાગ દ્વારા મિલકત ટ્રાજેકશન એકટના ઉલ્લંઘન કરવા બદલ આ નોટીસ આપવામા આવી હતી. આયકર વિભાગના […]

Top Stories
shah rukh house top મુંબઈ : અલીબાગ સ્તિથ કિંગ ખાનનું ફાર્મ હાઉસ IT વિભાગે કર્યું સીલ

મુંબઈ,

આર્થિક રાજધાની મુંબઈના અલીબાગ સ્તિથ બોલીવુડ કિંગ શાહરુખ ખાનના અવૈધ ફાર્મ હાઉસને IT વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. અલીબાગની ખેતીની જમીન પર અવૈધ બંગ્લોઝ બનાવવાના આરોપમાં આયકર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અભિનેતા શાહરુખ ખાનને IT વિભાગ દ્વારા મિલકત ટ્રાજેકશન એકટના ઉલ્લંઘન કરવા બદલ આ નોટીસ આપવામા આવી હતી.

આયકર વિભાગના અઘિકારીના જણાવ્યા મુજબ, આ નોટિસ અધિનિયમની કલમ ૨૪ હેઠળ મોકલવામાં આવી હતી. આ નોટિસ આપ્યા બાદ ૯૦ દિવસનો સમય જવાબ રજુ કરવા માટે આપવામાં આવ્યો હતો પરંતુ આ સમય દરમિયાન કિંગ ખાન દ્વારા કોઈ જવાબ રજુ કરવામાં ન આવતા આયકર વિભાગે કડક પગલા લીઘા હતા.

આ પહેલા પણ અલીબાગના નિર્માણ માટે રાયગઢના કલેકટરે ફાર્મ હાઉસ પર ચાલતા કામની અટકાયત કરી હતી પરતુ શાહરુખ ખાને પોલિસ પાસેથી સ્ટ્રે ઓડૅર લેવામાં આવ્યો હતો જેથી આ ફાર્મ હાઉસનું કામ બંધ રાખવામા આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, અલીબાગ પાસે કિંગ ખાનનો ૧૯૯૬૦ ચો.મીટર એરિયામાં ફેલાયેલું એક આલીશાન ફાર્મ હાઉસ આવેલું છે. જેમાં એક સ્વિમીગ પૂલ ,બગીચો અને હેલીપેડ બનાવવામા આવ્યુ છે, અને ગત વર્ષે શાહરૂખ ખાને પોતાની બર્થ-ડે પાર્ટી પણ આ હાઉસ પર રાખી હતી.