Not Set/ રેસીપી/ આજે જ તમારા ઘરે બનાવો મકાઇ,ટમેટા અને પાલકનું સૂપ

સામગ્રી 1 કપ છીણેલી મીઠી મકાઇ 1/2 કપ ઝીણા સમારેલા ટમેટા 1/4 કપ પાતળી લાંબી સમારેલી પાલક 1 ટેબલસ્પૂન પીળી મગની દાળ 1 ટેબલસ્પૂન માખણ 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા મીઠું (સ્વાદાનુસાર) 1 ટેબલસ્પૂન કોર્નફલોર (2 ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું) 1/2 ટીસ્પૂન લીંબુનો રસ તાજું પીસેલું કાળા મરીનું પાવડર  ( સ્વાદાનુસાર) બનાવવાની રીત એક પ્રેશર કુકરમાં મકાઇના દાણા, પીળી મગની દાળ અને 2 1/2 કપ પાણી મેળવી […]

Uncategorized

સામગ્રી

1 કપ છીણેલી મીઠી મકાઇ
1/2 કપ ઝીણા સમારેલા ટમેટા
1/4 કપ પાતળી લાંબી સમારેલી પાલક
1 ટેબલસ્પૂન પીળી મગની દાળ
1 ટેબલસ્પૂન માખણ
2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
મીઠું (સ્વાદાનુસાર)
1 ટેબલસ્પૂન કોર્નફલોર (2 ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું)
1/2 ટીસ્પૂન લીંબુનો રસ
તાજું પીસેલું કાળા મરીનું પાવડર  ( સ્વાદાનુસાર)

બનાવવાની રીત

એક પ્રેશર કુકરમાં મકાઇના દાણા, પીળી મગની દાળ અને 2 1/2 કપ પાણી મેળવી કુકરની 2 સીટી સુધી રાંધી લો. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.

એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં તૈયાર કરેલું કોર્ન-મગની દાળનું મિશ્રણ, 1/4 કપ પાણી, ટમેટા, પાલક અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

પછી તેમાં કોર્નફલોરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

છેલ્લે તેમાં લીંબુનો રસ અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. ગરમ ગરમ પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.