નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આ વર્ષે રાજ્યમાં બટાટા-ડુંગળીનું મબલખ ઉત્પાદન થતા બટાટા અને ડુંગળી પકવતા ખેડૂતોને સહાય રૂપ થવા નવતર યોજના અમલી બનાવીને બટાટા અને ડુંગળીના વેચાણ માટે કિલો દીઠ રૂા.૧ ની સહાય અને કટ્ટા દીઠ રૂા.૫૦ ની સહાય રાજ્ય સરકાર ચુકવશે આ માટે રાજય સરકારે રૂા.૧૦૦ કરોડની ફાળવણી પણ કરી દીધી છે. રાજયમાં ચાલુ વર્ષે બટાટાનું લગભગ ૩૯ લાખ મેટ્રીક ટન તથા ડુંગળીના પાકનું ૧૦ લાખ મેટ્રીક ટન ઉત્પાદન થયુ છે ત્યારે બટાટા અને ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજય સરકારે આ નવી યોજના અમલમાં મુકી છે. તેમણે ઉમેર્યુ કે, ધારાસભ્યશ્રીઓ, ખેડૂત અગ્રણીઓ, ભારતીય કિસાન સંઘ વગેરે સંગઠનો દ્વારા બટાટા અને ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને હજુ પણ ગુજરાત સરકાર વધુ સહાય આપે તે માટે, રજુઆતો થતાં કમીટી બનાવવામાં આવી છે. આ કમીટીએ રાજ્યના બટાટા અને ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને વધુ સહારૂપ થવા માટે આ યોજના જાહેર કરી છે.
Not Set/
બટાટા-ડુંગળીનું મબલખ ઉત્પાદન, સરકાર કરશે સહાય?
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આ વર્ષે રાજ્યમાં બટાટા-ડુંગળીનું મબલખ ઉત્પાદન થતા બટાટા અને ડુંગળી પકવતા ખેડૂતોને સહાય રૂપ થવા નવતર યોજના અમલી બનાવીને બટાટા અને ડુંગળીના વેચાણ માટે કિલો દીઠ રૂા.૧ ની સહાય અને કટ્ટા દીઠ રૂા.૫૦ ની સહાય રાજ્ય સરકાર ચુકવશે આ માટે રાજય સરકારે રૂા.૧૦૦ કરોડની ફાળવણી પણ કરી દીધી […]
