Not Set/ મોમ બનેલી સંધ્યા બિંદણી 3મહિનાના લાડલા સાથે માણી રહી છે માતૃત્વની પળો.

સ્ટારપ્લસનો શો ‘દીયા ઔર બાતી હમ'(2011)માં સંધ્યા બિંદણીના રોલથી દર્શકોના દિલમાં ઘર કરી ગયેલ દીપિકાસિંહ હાલ તેના ત્રણ મહિનાના લાડકા દિકરા સાથે માતૃત્વ માણી રહી છે. તાજેતરમાં તેણે દિકરા સોહમના અમુક ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. જેમાં તે દિકરાને ખોળામાં લઈ પોઝ આપતી જોવા મળે છે.આ તમામ ફોટાઆને જોતા તેના માતૃત્વના હરખનો અંદાજો લગાવી […]

Lifestyle Entertainment

સ્ટારપ્લસનો શો ‘દીયા ઔર બાતી હમ'(2011)માં સંધ્યા બિંદણીના રોલથી દર્શકોના દિલમાં ઘર કરી ગયેલ દીપિકાસિંહ હાલ તેના ત્રણ મહિનાના લાડકા દિકરા સાથે માતૃત્વ માણી રહી છે. તાજેતરમાં તેણે દિકરા સોહમના અમુક ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. જેમાં તે દિકરાને ખોળામાં લઈ પોઝ આપતી જોવા મળે છે.આ તમામ ફોટાઆને જોતા તેના માતૃત્વના હરખનો અંદાજો લગાવી શકાય છે.દીપિકાએ 20 મે, 2017ના રોજ દિકરાને જન્મ આપ્યો હતો.જે લાડલો હવે ત્રણ મહિનાનો થઈ ચુક્યો છે.

દિપીકાએ 2014ના વર્ષમાં ડિરેક્ટર રોહિત રાજ સાથે લગ્ન કર્યા હતાં.દિપીકા ના પરિવાર જનોએ રોહિતને એક પાર્ટીમાં જોતાની સાથે જ તેને દિપીકા માટે પસંદ કરી લીધો હતો.તો બીજી બાજુ રોહિતના પરિવારજનોએ પણ દીપીકાને ટીવીમાં જોતા જ પસંદ કરી હતી.રોહિત તાજેતરમાં “ધ રિયલ સોલમેટ” નામની વેબ સિરીજ પર કાર્યરત છે. દિપીકા હાલના દિવસોમાં દિકરા સાથે  માતૃત્વ માણતી હોવાથી શો માં હાજરી આપશે નહિ.જોકે હાલમાં બંન્ને પોતાના ત્રણ મહિના ના લાડલાની ભરપૂર કાળજી લઈ રહ્યા છે.અને મોમ-ડેડ બન્યાંની ફરજો અદા કરી રહ્યાં છે.