નવી દિલ્હી,
દેશભરમાં યૌન શોષણ વિરુધ શરુ થયેલા #MeToo અભિયાનમાં બોલીવુડના અનેક કલાકારોના નામ શમે આવ્યા બાદ મોદી સરકારમાં કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરનું નામ સામે આવ્યું હતું.
#WATCH Delhi:Union Minister MJ Akbar returns to India amid accusations of sexual harassment against him, says, "there will be a statement later on." pic.twitter.com/ozI0ARBSz4
— ANI (@ANI) October 14, 2018
જો કે પોતના પર લાગેલા આરોપ દરમિયાન એમ જે અકબર વિદેશમાં હતા, પરંતુ રવિવારે રાજધાની દિલ્હી પહોચ્યા છે. આ દરમિયાન દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “તે પોતાના પર લાગેલા આરોપ અંગે થોડાક સમય બાદ જ નિવેદન જાહેર કરશે.
Delhi: Union Minister MJ Akbar returns to India amid accusations of sexual harassment against him, says, "there will be a statement later on." # pic.twitter.com/k51wQdaevc
— ANI (@ANI) October 14, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ચાલી રહેલા #MeToo અભિયાન હેઠળ દિન-પ્રતિદિન ઘણા ખુલાસા થઇ રહ્યા છે, ત્યારે એમ જેઅકબર પાર લાગેલા આરોપો બાદ મોદી સરકાર હાલમાં વિપક્ષના નિશાના પર છે અને બેકફૂટ પર જણાઈ રહી છે.

જો કે વિદેશ રાજ્યમંત્રી પર આરોપો લાગી રહ્યા છે કે, તેઓ પર #MeToo અભિયાન હેઠળ લાગેલા આરોપો બાદ એમ જે અકબર નાઈજીરિયા ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત હંમેશાની માટે દેશ અને દુનિયાની પરિસ્થિતિઓ પર સતત ટ્વિટ કરનારા એમ જે અકબરનું ટ્વિટર એકાઉન્ટ પણ શાંત પડ્યું છે.
પ્રિયા રમાનીએ એમ જે અકબર પર લગાવ્યા હતા આ આરોપ
વરિષ્ટ પત્રકાર પ્રિયા રમાનીએ સોમવારે ટ્વિટ કર્યું હતું કે, “અંગ્રેજી પત્રિકા વોગમાં “હાર્વે વિન્સિટન્સ ઓફ ધ વર્લ્ડ” નામના લેખમાં તેઓએ જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે એમ જે અકબર છે”.
જો કે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા જુનિયર મિનિસ્ટર લાગેલા આ આરોપો અંગે ચૂપકીદી શાધવામાં આવી છે.
પ્રિયા રામાનીએ જણાવ્યું હતું કે, “હોટલના એક રૂમમાં હું એ તેમનું ઇન્ટરવ્યુ લીધું હતું અને તેઓએ શરાબની ઓફર કરી હતી. ત્યારબાદ તેઓએ બેડ ઉપર તેઓની પાસે બેસવા માટે કહ્યું હતું.
આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, એમ જે અકબર અશ્લીલ ફોન કોલ્સ, મેસેજ અને ટિપ્પણી કરવામાં માહિર છે અને આ દરમિયાન તેઓએ હિન્દી ગીતો પણ ગાયા હતા.
મોદી સરકાર છે એકશનમાં
આ કેમ્પેઈન હેઠળ સતત સામે આવી રહેલી જાતીય સતામણીની ફરિયાદો અંગે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારમાં મહિલા અને બાદ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ હેઠળ સામે આવી રહેલી ફરિયાદોની તપાસ કરાવવા માટે એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.
