મુંબઇ
યશ રાજ ફિલ્મ્સની “ઠગ્સ ઓફ હિન્દોસ્તાન” અત્યાર સુધીમાં સૌથી મોટી રિલીઝ કહેવામાં આવી રહી છે. ઠગ્સ ઓફ હિન્દોસ્તાન આ દિવાળી પર રિલીઝ થનારી બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ છે અને પહેલીવાર ભારતીય સિનેમાની બે સૌથી મોટા સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને આમીર ખાન સાથે બીજા પણ ચુનંદા કલાકારો સાથે આ સૌથી મોટી ફિલ્મનું નિર્માણ થયું છે.
પ્રભુદેવાની કોરિયોગ્રાફી વારંવાર બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે જાણીતી છે અને “ઠગ્સ ઓફ હિન્દોસ્તાન”માં પ્રભુદેવા ‘વાશ્મલ્લે’ (એટલે કે દિલ ખોલીને ડાન્સ કરવો અને ખુશી મનાવી) નામનું ગીત કોરિયોગ્રાફ કર્યું છે.પ્રભુદેવ હંમેશાં હાઇ એનર્જી અને અનોખા ડાન્સ સ્ટેપ સાથે ગીતોમાં ઊંડી છાપ છોડી દે છે. ‘વાશ્મલ્લે’માં પણ એ જ એક અનોખુ ગીત છે જેમાં અમિતાભ બચ્ચન અને આમીર ખાન દિલ ખોલીને ડાન્સ કરી રહ્યા છે.
“ઠગ્સ ઓફ હિન્દોસ્તાન”ના દિગ્દર્શક વિજય ક્રિષ્ના આચાર્યએ જણાવ્યું હતું કે, “આ મઝેદાર હતું કે આપણે ફિલ્મમાં એક એવી મોમેન્ટ લખી જેમાં ભારતીય સિનેમાના બે આઇકોન એક બીજા સાથે ઝૂમતા નજર આવશે. આ ગીતમાં અમિતાભ બચ્ચન અને આમીર ખાન જશ્ન મનાવવાના મૂડમાં જોવા મળશે.
જુઓ વીડીયો…
આપને જણાવી દઈએ કે આ સિક્વન્સમાં કલાકારો જશ્ન દરમિયાન નશો કરતા જોવા મળે છે.અમિતાભ ભટ્ટાચાર્યે આ ગીતના બોલ લખ્યા છે, તો સુખીવિંદર સિંહ અને વિસ્મલ દદલાનીએ આ ગીતને અવાજ આપ્યો છે. અનુભવી સંગીતકાર અજય-અતુલ ગીતનો ટ્રેક બનાવ્યો છે.
ઠગ્સ ઓફ હિન્દોસ્તાન માં કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ દિવાળીએ ” ઠગ્સ ઓફ હિન્દોસ્તાન “ની ધમાકેદાર રજુઆત થશે.વિજય ક્રિષ્ના આચાર્ય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.
