સુરત,
સુરતની સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસ વિભાગમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઇ હતી. ગત મોડીરાત્રે ડાયાલીસીસ વિભાગમાં એસીમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળતા દર્દી અને તેમના સગાઓ તથા સ્ટાફ કર્મચારીઓમા ભાગદોડ મચી ગઇ હતી.
ડાયાલીસીસ વિભાગ ધુમાડાથી ભરાઈ જતા તમામના જીવ અધ્ધર થઈ ગયા હતા. તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરતા તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.. એસીમાં લાગેલી આગને ફાયરના જવાનોએ કાબુમાં લીધા બાદ કર્મચારીઓએ હાશકારો લીધો હતો…આ ઘટના અંગેની જાણ આરએમઓને હોવા છતા પણ કોઇ ફરક્યા નહી. ડાયાલીસીસ વિભાગના 5-6 દર્દીઓને તાત્કાલિક બીજા વોર્ડમાં ખસેડાયા હતા.
