ગાંધીનગર
ગાંધીનગર પાસેની રુપાલ ગામમાં પરંરપાગત અને ભવ્યાતિભવ્ય પલ્લી મહોત્સવની દામધુમપુર્વક ઉજવણી કરવામાં આવશે.
નવરાત્રીપર્વની નામની રાત્રે ભવ્યાતિભવ્ય મા વરદાયીની માતાની પલ્લી નિકળશે.જેના પર લાખો કિલે શુધ્ધ ઘીનો અભિષેક કરવામા આવશે.અજ્ઞાતવાસ દરમિયાન પાંંચ પાંડવો રુપાલ ગામના જંગલમાં રોકાયા હતા.જ્યાં પાંડવોએ મા આધ્યશક્તિ જગદંબાની આરાધના,ઉપાસના અને સાધના કરી હતી.કઠોર તપસ્યાથી મા જગદંબા સાક્ષાત પ્રગટ થયા હતા.મા આદ્યાશક્તિએ પાંડવોને દિવ્ય હથિયારો આપી યુધ્ધમાં વિજય થાઓના આશિર્વાદ આપ્યા હતા.મા આધ્યશક્તિએ વરદાન આપ્યું હોવાથી વરદાયીની મા તરીકે મા જગદંબાની પુજા કરવામાં આવે છે.
જાણો…..પલ્લી મહોત્સવની વાતો
પાંડવોને આપ્યું વરદાન
પાંચ પાંડવો અજ્ઞાતવાસમાં હતા ,તે સમયે પંચ પાંડવો ફરતા ફરતા રુપાલ ગામના જંગલમાં આવ્યા હતા.પાંડવોએ મા આધ્યશક્તિ જગદંબાની આરાધના,ઉપાસના અને સાધના કરી હતી.પાંડવોની સત્યની લડાઈ હતી,પાંડવોની કઠોર તપસ્યાથી માતાજી પ્રસન્ન થયા હતા.મા આધ્યશક્તિએ પાંડવોને દિવ્ય હથિયારો આપી યુધ્ધમાં વિજય થાઓ તેવા આશિર્વાદ આપ્યા હતા.મા જગદંબાએ વરદાન આપ્યું હોવાથી વરદાયીની માતાના નામથી માતાજીને ઓળખવામાં આવે છે.મા આધ્યશક્તિ વરદાયીની માતા દરેક શ્રધ્ધાળુઓની શુબ મનોકામના પુર્ણ કરે છે.
પલ્લી રથ
પાંડવોએ મા આધ્યશક્તિની પલ્લી કાઢી હતી.ત્યારથી રુપાલ ગામમાં પલ્લા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે.કરોડો શ્રદ્ધાળુઓની આરાધ્યદેવી મા વરદાયીનીની પલ્લી પર શુધ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે.રુપાલ ગામમાં ઠેરઠેર મોટા પીપડા મુકવામાં આવે છે.જેમાં પલ્લીના અભિષેક માટેનું ઘી એકત્રીત કરવામાાં આવે છે.અચરજની વાત એ છે કે ઘીના પીપડા ખુલ્લા હોય છે,છતાં કુતરા,બીલાડી કે કોઈ પશુ ઘી નજીક જતા નથી.
દરેક જ્ઞાતીના લોકોનું મહત્વ
દેશભરમાં જ્ઞાતીવાદ વકરી ઉઠ્યો છે.પણ રુપાલ ગામનો પલ્લી મહોત્સવ એવો છે કે તેમાં દરેક કોમ-જ્ઞાતીના લોકોને મહત્વ આપવામાં આવે છે.પલ્લી મહોત્સવની સવારે દલિત પરિવારના લોકોને જંગલમાં લઈ જવામાં આવે છે.જેઓ માતાજીના રથ માટે ખીજડાના લાકડાં કાપીને લાવે છે.તે પછી મિસ્ત્રી સમાજના લોકોને બોલાવવામાં આવે છે.જેઓ માતાજીનો રથ ઘડે છે.માતાજીનો રથ તૈયાર થયા બાદ પીંજારા,પ્રજાપતિ,મોદી જ્ઞાતીના લોકોને બોલાવવામાં આવે છે.જેઓ રથ પર અગ્નિકુંડ તૈયાર કરે છે.ત્યારબાદ માતાજીના રથ માટે ચાવડા ભાઈઓને બોલાવવામાં આવછે.જેઓ માતાજીની પલ્લીની રક્ષા કરે છે.
માતાજીના વધામણાં
રુપાલ ગામના શ્રધ્ધાળુઓ સવારે નવ વાગે ઢેલ નગારા સાથે મંદિર પર જશે.જ્યાં માતાજીના વધામણાં કરવામાં આવશે.
ઉછામણી
રુપાલ ગામના ચોકમાં બપોરે ઉછામણીનો કાર્.ક્રમ રાખવામાં આવે છે.જ્યાંં માતાજીની ધજા,ફોટા,સાડી અને અન્ય બાબતો માટે ઉછામણી કરવામાં આવે છે.ઉછમણીમાં હજારો શ્રધ્ધાળુઓ ભાગ લે છે.
અંબાજી માતાની પાલખી
રુપાલ ગામમાં બપોરે અંબાજી માતાની પાલખી આવે છે.લાખો લોકો માતાજીની પાલખીના દર્શન કરે છે.પાલખીને ત્યારબાદ ઝવેરાના સ્થાપનના સ્થળ પર લઈ જવામાં આવે છે.આ સમયે ગામજનો અબીલ ગુલાલ અને કંકુની છોળો ઉછાળી આનંદોત્સવની ઉજવણી કરે છે.સ્થાપનના દિવ્ય દર્શન કરવો એ પણ જીવનનો લહાવો ગણાય છે.
માતાજીના ગરબાની રમઝટ
બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી માતાજીના ચોકમાં માતાજીના ગરબાની રમઝટ ચાલે છે.હજારો ભાઈ બહેનો માતાજીના ગરબા રમે છે.
સવામણનો ખીચડો
એકબાજુ માતાજીના પલ્લી રથનું નિર્માણ કરાય છે.બીજીબાજુ માતાજીના દિવ્ય દિવાના સ્થળ પર સવામણમો ખીચડો તૈયાર કરાય છે.અચરજની વાત એ છે કે ખીચડો તૈયાર થતાં ક્યારેક માત્ર દશ મિનિટ લાગે છે તો ક્યારેક કલાકો સુધી ખીચડો તૈયાર થતો નથી.માતાજીનો જ્યારે હુકમ મળે ત્યારે જ પલ્લી રથ નિકળે છે.
પલ્લી રથ પર દિવ્ય જ્યોત
પલ્લી રથ પર માતાજીની દિવ્ય જ્યોત ઝળહળે છે.ગામના યુવાનોને રથ પર ચડી ઘી નો અભિષેક કરવાનો ઉત્સાહ શબ્દોમાંં વર્ણવી ન શકાય.રથ પર ચડીને લાખો કિલો ગીનો અભિષેક કરવામાં આવે છે.આ ઉપરાંત માસુમ બાળકોને માતાજીની દિવ્ય જ્યોતનો સ્પર્શ કરાવી આશિર્વાદ લેવામાં આવે છે.માસુમ બાળકોને ઉંચા કરી દિવ્ય જ્યોતનો સ્પર્શ કરાવવાના દિલધડક દ્રશ્યો જોવા મળે છે.
27 ચકલા પર પરિભ્રમણ
મા વરદાયીનીનો દિવ્ય પલ્લીરથી રુપાલ ગામના 27 જેટલા ચકલાઓ પરથી પસાર થશે.મહત્વની વાત એ છે કે દરેક ચકલાઓ પર યુવાનોના જુથ પલ્લી રથ પર ચડે છે.પલ્લી રથ પસાર થાય છે ત્યારે દરેક માર્ગ પર એકત્રીત શ્રધ્ધાળુ દ્વારા ઘી નો અભિષેક કરવામાં આવે છે.લાખો કિલો શુધ્ધ ઘીનો અભિ,ેક કરવામાં આવે છે.
ઘી ના પ્રસાદ
માતાજીના રથ પર અભિષેક કરાયેલા ગી ની નદી જાણે ગામના રસ્તા પર વહેતી હોય ,તેવા દ્રશ્યો સર્જાય છે.ધરતી પર વહેતા ઘી ને સુડલાઓમાંં એકત્રીત કરવા માટે એક જ જ્ઞાતીના લોકોને અબાધિત અધિકાર અપાયો છે.જેઓ ગી ને પ્રસાદ તરીકે ઘરે લઈ જાય છે.
આશ્ચર્યજનક પરંપરાઓ
માતાજીના પલ્લી મહોત્વ સાથે કેટલીક આશ્ચર્યજનક પરંપરાઓ પણ જળવાયેલી રહી છે.ગામના પાટીદારો પલ્લી મહોત્સવના એકમાસ પહેલાંં થી તેમનું દુધ વેચાણ કરતા નથી.જે ઉપવાસી ભાઈઓ હોય છે.,તેમના નિવાસસ્થાન પણ અલગ રાખવામાં આવે છે.માતાજીના ઝવેરા પણ શ્રધ્ધાનું કેન્દ્ર બની રહે છે.
લાખો લોકો કરે છે દર્શન
રુપાલ ગામનો પલ્લી મહોત્વસ દેશવિદેશમાંં સુવિખ્યાત છે.લાખો લોકો માતાજીના દિવ્ય પલ્લી રથના દર્શન કરવા ઉમટી પડે છે.હજારો લોકો તેમની મનોકામના પુર્ણ થતાં ઘી નો અભિષેક કરવા આવે છે.રુપાલ ગામના દરેક જ્ઞાતિના લોકો હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય પલ્લી મહોત્સવની ઉજવણી કરે છે.
