Not Set/ જો હિન્દૂ વહેંચાશે તો આઝમ ખાન જેવા લોકોના હાથે કપાશે: અમર સિંહ

પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા અમર સિંહે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. રાજ્યસભા સાંસદ અમર સિંહ હિન્દુત્વનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે હિન્દૂ એકજુથ રહે. એમણે કહ્યું જો, હિન્દૂ વહેંચાશે તો આઝમ ખાન જેવા લોકોના હાથે કપાશે. આઝમ ખાન વિરુદ્ધ એફઆઈઆર યાત્રા પર ઉત્તર પ્રદેશના બુલંદ શહેર પહોંચેલા અમર સિંહે કહ્યું કે, આપ લોકો પેટ્રોલ […]

Top Stories India

પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા અમર સિંહે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. રાજ્યસભા સાંસદ અમર સિંહ હિન્દુત્વનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે હિન્દૂ એકજુથ રહે. એમણે કહ્યું જો, હિન્દૂ વહેંચાશે તો આઝમ ખાન જેવા લોકોના હાથે કપાશે.

આઝમ ખાન વિરુદ્ધ એફઆઈઆર યાત્રા પર ઉત્તર પ્રદેશના બુલંદ શહેર પહોંચેલા અમર સિંહે કહ્યું કે, આપ લોકો પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને બબાલ કરી રહ્યા છો, પરંતુ પેટ્રોલ ડીઝલ મોદીજીના ઘરેથી નથી નીકળતુ. એ વિદેશથી લાવવામાં આવે છે,  આપણે તેની કિંમત ચૂકવવી પડે છે. એમણે કહ્યું કે, આમ પણ તમે જીવતા નહિ રહો, તો પેટ્રોલ ડીઝલનું શું કરશો? મોદી અને યોગીના રાજમાં હિન્દૂ દીકરીઓ તો સુરક્ષિત છે.

અમર સિંહે જણાવ્યું કે, અમે એવા મુસલમાનોની વિરુદ્ધમાં છીએ, જેઓ દેશમાં રહીને પણ પાકિસ્તાનની પ્રસંશા કરે છે. આવા મુસલમાનો માટે ભારતમાં કોઈ જગ્યા નથી. એમણે  દેશ છોડીને જતું રહેવું જોઈએ.