મુંબઈ
મહારાષ્ટ્રની સરકાર દારૂ પર ટેક્સ લગાવવાનું વિચારી રહી છે. જો આ ટેક્સ સચેમાં અમલમાં મુકવામાં આવશે તો દારૂ મોંઘો થઇ જશે.સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વધારો ૩૦ રૂપિયા પ્રતિ લીટર સુધીનો હોઈ શકે છે.
#BreakingNews | #FromAgencies | महाराष्ट्र में शराब हो सकती है महंगी, शराब पर ₹30/ltr तक #Duty में बढ़ोतरी संभव#AwaazMarkets pic.twitter.com/gg8481srNc
— CNBC-AWAAZ (@CNBC_Awaaz) October 19, 2018
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકાર દેશમાં બનેલી વિદેશી દારૂ પર એકસાઈઝ ડ્યુટીમાં વધારો કરવાનું વિચારી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મહારષ્ટ્ર સરકાર દારૂની હોમ ડિલીવરી વિશેની યોજના બનાવી રહી હતી પરંતુ સામાજિક કાર્યકર્તાના વિરોધને પગલે તે યોજના સફળ નહતી થઇ.
દારૂના નશામાં ડ્રાઈવીંગ કરવાને લીધે ઘણા બધા અકસ્માત થાય છે આથી આ સમસ્યાના નિવારણ અર્થે સરકારે દારૂની હોમ ડિલીવરી કરવાનો વિચાર કર્યો હતો. જો આ યોજના ચાલુ કરવામાં આવી હોત તો દારૂની હોમ ડિલીવરી કરનારું મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બની જાત.
