Not Set/ વડોદરા : 11 વર્ષની બાળકીની છેડતી કરવા બદલ મૌલવીની ધરપકડ

વડોદરા જિલ્લાના વલણ ગામે એક મૌલવી દ્વારા 11 વર્ષની એક બાળકી સાથે અડપલાં અને ધમકાવવાની ઘટના સામે આવી રહી છે. આ બાબતે મૌલવીની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બાળકીના પિતા મહારાષ્ટ્રના માલેગાંવમાં ભંગારનો ધંધો કરે છે. એમણે કરજણ પોલીસ સ્ટેશનમાં મૌલાના મૌલી મુશ્તાક વિરુદ્ધ શુક્રવારે, આ એક  મહિના જુના મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા […]

Top Stories Gujarat Vadodara

વડોદરા જિલ્લાના વલણ ગામે એક મૌલવી દ્વારા 11 વર્ષની એક બાળકી સાથે અડપલાં અને ધમકાવવાની ઘટના સામે આવી રહી છે. આ બાબતે મૌલવીની ધરપકડ કરી લેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, બાળકીના પિતા મહારાષ્ટ્રના માલેગાંવમાં ભંગારનો ધંધો કરે છે. એમણે કરજણ પોલીસ સ્ટેશનમાં મૌલાના મૌલી મુશ્તાક વિરુદ્ધ શુક્રવારે, આ એક  મહિના જુના મામલે ફરિયાદ નોંધાવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, પીડિત બાળકી અને તેની બહેનને વલણ ગામમાં આવેલા મદ્રેસા બચ્ચો કા ઘરમાં ભણવા માટે મોકલી હતી. માં-બાપના છૂટાછેડા થયેલા હોય, બંને બહેનો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. હોસ્ટેલમાં વસવાટ દરમિયાન એક દિવસ મૌલવીએ 11 વર્ષની બાળકીને તેના રૂમમાં બોલાવી હતી, જ્યાં મૌલવીએ તેણીને કપડાં ઉતારવા કહ્યું હતું. અને તેણીના શરીર પર અડપલાં કર્યા હતા.

પોલીસે આગળ જણાવ્યું કે, મૌલાનાએ બાળકીને જાનથી મારી નાખવાની અને તેની લાશને જંગલમાં ફેંકી દેવાની ધમકી આપી હોય, ડરના માર્યા બાળકીએ કોઈને આ વાત જણાવી નહતી. જોકે, પીડિતા તેની માતાને મળવા સુરત ગઈ હતી, જ્યાં તેણીને આખી દુર્ઘટના માતાને કહી સંભળાવી હતી. જયારે પીડિતાની માતાએ તેના અજાણ પિતાને આ વિષે વાત કરતા, તેઓ સુરત દોડી આવ્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હાલ અમારી પાસે પ્રાથમિક માહિતી છે. વધારે વિગતો મળતા જ આરોપી સામે પગલાં લેવામાં આવશે.