બેઇજીંગ
ભારતમાં બહુ નહીં ચાલેલી રાણી મખર્જીની ફિલ્મ હિચકી ચીનમાં સુપર ડુપર હીટ સાબિત થઇ રહી છે.ટ્રેડ એક્સપર્ટના જણાવ્યા અનુસાર હિચકી ફિલ્મ ટૂંક સમયમાં જ બાહુબલીનો રેકોર્ડ તોડશે.

તમને જણાવી દઈએ કે હિચકી ફિલ્મ ગયા અઠવાડિયે જ ચીનમાં રીલિઝ કરવામાં આવી છે. જોકે, આ ફિલ્મની ઓપનિંગને સારો રિસ્પોન્સ મળ્યો નહોતો પરંતુ પછી આ ફિલ્મે કમાણીમાં ઝડપ પકડી હતી. માની ના શકાય પરંતુ ચીનમાં અત્યાર સુધીમાં હિચકીનું 8 દિવસનું કલેક્શન 80 લાખ ડોલર સુધી પહોંચી ચૂક્યું છે.બોક્સ ઓફિસ પર કમાણીનો ટ્રેક ચાલુ રહ્યો તો ચીનમાં હાઇએસ્ટ કમાણી કરનાર હીચકી નંબર વન હિન્દી ફિલ્મ બનશે.

ચીનમાં આ કમાણીના હિસાબે હિચક પ્રભાસ અને રાણા દગ્ગુબાટીની ફિલ્મ બાહુબલીની સાથે જ અક્ષયકુમારની ટોઈલેટ-એક પ્રેમકથાના લાઈફટાઈમ કલેક્શનને પાર કરવા માટે તૈયાર છે. આ સાથે જ એક આશા છે કે હિચકી ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર છઠ્ઠી ભારતીય ફિલ્મ બનશે. આ પહેલા ચીનમાં દંગલ સિક્રેટ સુપરસ્ટાર બજરંગી ભાઈજાન હિંદી મીડિયમ અને પીકે નો સમાવેશ થાય છે.
આ દરેક ફિલ્મ્સ ચીનના બોક્સઓફિસ પર 15 મિલિયન ડોલરથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. હવે હિચકી આ અઠવાડિયે જે બિઝનેસ કરશે તો માઈલસ્ટોન મેળવશે. જોકે, એક વાત તો નક્કી જ છે કે રાની મુખર્જીની હિચકી પ્રભાસ-દગ્ગુબાટી સ્ટારર બાહુબલીને પાછળ મૂકી દેશે.
