મુંબઈ
તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર પર લગાવેલ ગંભીર આરોપો બાદ # Me Too અભિયાને બોલીવુડની જાણીતી સેલિબ્રીટીઓને બાનમાં લીધી છે. આ અંગે બોલીવુડ કલાકાર રીતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેણે જણાવ્યુ કે, મહિલાઓએ કોઈપણ પ્રકારના પુરાવા વિના ખોટા આરોપો ન લગાવવા જોઈએ. # Me Too અભિયાન પર સુઝૈન ખાને કહ્યુ કે લોકોએ સોશિયલ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જાઈએ. હું આ મુદ્દે વધુ કંઈ નહીં કહુ, પરંતુ મને નિશ્ચિતરુપથી લાગે છે કે ઘણા બધા આરોપો ખોટા છે.
સુઝૈને વધુમાં કહ્યુ કે, કેટલાક આ મંચનો ખોટો ઉપયોગ કરી રહી છે. જો તે આ મંચનો યોગ્ય ઉપયોગ કરશે તો સારી વસ્તુ થઈ શકે છે.કોઈપણ પ્રકારના પુરાવા વિના કોઈના પર આરોપ લગાવવા ન જોઈએ.
