Not Set/ 1 કરોડનું જેના પર ઇનામ હતું તે ખુંખાર માવોવાદી નેતા ગણપતિ પોલીસનાં શરણે આવ્યો

1કરોડનું ઇનામ જેના માથે હતુ તેવો દેશનો ટોચનો માઓવાદી નેતા ગણપતિ તેલંગણા પોલીસને શરણે આવેલ છે. જી હા, ગણપતિ ઉર્ફે મપ્પ્લા લક્ષ્મણ રાવ માથા માટે 1 કરોડનું ઇનામ સરકાર જાહેર કરેલ હતું. ગણપતિની સાથે સાથે અન્ય પાંચ ઉચ્ચ માઓવાદી નેતા પણ શરણમાં આવ્યો છે.પાંચ અન્ય નેતાઓમાં મલ્લજુ વેણુગોપાલ ઉર્ફે વિવેક, મલ્લા રાજેરેડી ઉર્ફે સંગ્રામ, ટીપ્પીરી તિરુપતિ ઉર્ફે દેવજી અને […]

Uncategorized

1કરોડનું ઇનામ જેના માથે હતુ તેવો દેશનો ટોચનો માઓવાદી નેતા ગણપતિ તેલંગણા પોલીસને શરણે આવેલ છે. જી હા, ગણપતિ ઉર્ફે મપ્પ્લા લક્ષ્મણ રાવ માથા માટે 1 કરોડનું ઇનામ સરકાર જાહેર કરેલ હતું. ગણપતિની સાથે સાથે અન્ય પાંચ ઉચ્ચ માઓવાદી નેતા પણ શરણમાં આવ્યો છે.પાંચ અન્ય નેતાઓમાં મલ્લજુ વેણુગોપાલ ઉર્ફે વિવેક, મલ્લા રાજેરેડી ઉર્ફે સંગ્રામ, ટીપ્પીરી તિરુપતિ ઉર્ફે દેવજી અને કદારી સત્યનારાયણ ઉર્ફે કોસલુનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ટોચના નેતા અને સીપીઆઈ (માઓવાદી) પક્ષના ભૂતપૂર્વ સચિવ, ગણપતિ ઉર્ફે મપ્પ્લા લક્ષ્મણ રાવ, તેલંગાણા પોલીસને શરણાગત થવા તૈયાર હોવાનું વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું હતું. એક દિવસ પૂર્વે જાવવામાં આવ્યું હતું કે, ગણપતિના અનુયાયીઓ અને સરકાર વચ્ચેની વાતચીત પ્રગતિમાં છે અને અંતિમ તબક્કામાં છે. તેની સાથે અન્ય પાંચ ઉચ્ચ નેતાઓ પણ શરણાગતિનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં મલ્લજુ વેણુગોપાલ ઉર્ફે વિવેક, મલ્લા રાજેરેડી ઉર્ફે સંગ્રામ, ટીપ્પીરી તિરુપતિ ઉર્ફે દેવજી અને કદારી સત્યનારાયણ ઉર્ફે કોસલુનો સમાવેશ થાય છે. બે વર્ષ પહેલાં તબિયત ખરાબ હોવાને કારણે પક્ષના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે ગણપતિ અસ્થમા, ઘૂંટણની પીડા અને ડાયાબિટીઝથી પીડિત છે. તેઓએ ઉમેર્યું, “ગણપતિ ચાલવામાં અસમર્થ છે. તેમની પાર્ટીના માણસો તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ રહ્યા છે. હવે તેમને તબીબી સંભાળની જરૂર છે. તેમના માટે શરણાગતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.” પોલીસ અધિકારીઓ અપેક્ષા હતી કે આ સપ્તાહના અંત સુધીમાં શરણાગતિની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને આવતા અઠવાડિયાના પહેલા ભાગમાં ગણપતિ આત્મસમર્પણ કરે તેવી સંભાવના છે. જે તેણે કરી દીધુ છે.  

ગણપતિનો જન્મ 1950 માં તેલંગાણાના જગિતીલ જિલ્લાના બીરપુરમાં ગોપાલ રાવ અને શેષમ્મા દંપતીના બીજા પુત્ર તરીકે થયો હતો. તેમણે શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી, ત્યારબાદ રેડિકલ વિદ્યાર્થી સંઘ-આરએસયુ સાથે સંબંધો સ્થાપિત કર્યા. તે 1977 માં માઓવાદી આંદોલનમાં જોડાયો હતો અને પિતમ્બર રાવની હત્યાના કેસમાં નક્સલીઓના જાણીતા નેતા કોંડાપલ્લી સીતારમૈયાની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર છૂટકારો મેળવ્યા પછી, તે ભૂગર્ભમાં ગયો અને નક્સલવાદી ચળવળનો સંપૂર્ણ સમયનો કાર્યકર બન્યો.

ગણપતિ 1979 માં કરીમનગરના જિલ્લા સચિવ બન્યા. 1990-91માં પીપલ્સ વોર પાર્ટીમાં ભાગલા પડ્યા પછી 2005 માં તેઓ નવા બનેલા માઓવાદી પક્ષની સેન્ટ્રલ કમિટીના સેક્રેટરી તરીકે ચૂંટાયા. તે લાંબા સમય સુધી તે જવાબદારીઓ નિભાવતો હતો. ગણપતિ માટે 1 કરોડ ચૂકવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી તે સમયે એક નવી ચર્ચા જગાવાઈ હતી. બે વર્ષ પહેલા, ગણપતિને બદલવા માટે નંબલા કેશાવરાવ સેન્ટ્રલ કમિટી સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews