Not Set/ ભારતમાં નહીં ચાલેલી આ ફિલ્મ ચીનમાં થઇ ગઈ સુપર-ડુપર હીટ

બેઇજીંગ ભારતમાં બહુ નહીં ચાલેલી રાણી મખર્જીની ફિલ્મ હિચકી ચીનમાં સુપર ડુપર હીટ સાબિત થઇ રહી છે.ટ્રેડ એક્સપર્ટના જણાવ્યા અનુસાર હિચકી ફિલ્મ  ટૂંક સમયમાં જ બાહુબલીનો રેકોર્ડ તોડશે. તમને જણાવી દઈએ કે હિચકી ફિલ્મ ગયા અઠવાડિયે જ ચીનમાં રીલિઝ કરવામાં આવી છે. જોકે, આ ફિલ્મની ઓપનિંગને સારો રિસ્પોન્સ મળ્યો નહોતો પરંતુ પછી આ ફિલ્મે કમાણીમાં ઝડપ પકડી […]

Uncategorized

બેઇજીંગ

ભારતમાં બહુ નહીં ચાલેલી રાણી મખર્જીની ફિલ્મ હિચકી ચીનમાં સુપર ડુપર હીટ સાબિત થઇ રહી છે.ટ્રેડ એક્સપર્ટના જણાવ્યા અનુસાર હિચકી ફિલ્મ  ટૂંક સમયમાં જ બાહુબલીનો રેકોર્ડ તોડશે.

Image result for hichki film

તમને જણાવી દઈએ કે હિચકી ફિલ્મ ગયા અઠવાડિયે જ ચીનમાં રીલિઝ કરવામાં આવી છે. જોકે, આ ફિલ્મની ઓપનિંગને સારો રિસ્પોન્સ મળ્યો નહોતો પરંતુ પછી આ ફિલ્મે કમાણીમાં ઝડપ પકડી હતી. માની ના શકાય પરંતુ ચીનમાં અત્યાર સુધીમાં હિચકીનું 8 દિવસનું કલેક્શન 80 લાખ ડોલર સુધી પહોંચી ચૂક્યું છે.બોક્સ ઓફિસ પર કમાણીનો ટ્રેક ચાલુ રહ્યો તો ચીનમાં હાઇએસ્ટ કમાણી કરનાર હીચકી નંબર વન હિન્દી ફિલ્મ બનશે.

Image result for hichki film

ચીનમાં આ કમાણીના હિસાબે હિચક પ્રભાસ અને રાણા દગ્ગુબાટીની ફિલ્મ બાહુબલીની સાથે જ અક્ષયકુમારની ટોઈલેટ-એક પ્રેમકથાના લાઈફટાઈમ કલેક્શનને પાર કરવા માટે તૈયાર છે. આ સાથે જ એક આશા છે કે હિચકી ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર છઠ્ઠી ભારતીય ફિલ્મ બનશે. આ પહેલા ચીનમાં દંગલ સિક્રેટ સુપરસ્ટાર બજરંગી ભાઈજાન હિંદી મીડિયમ અને પીકે નો સમાવેશ થાય છે.

આ દરેક ફિલ્મ્સ ચીનના બોક્સઓફિસ પર 15 મિલિયન ડોલરથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. હવે હિચકી આ અઠવાડિયે જે બિઝનેસ કરશે તો માઈલસ્ટોન મેળવશે. જોકે, એક વાત તો નક્કી જ છે કે રાની મુખર્જીની હિચકી પ્રભાસ-દગ્ગુબાટી સ્ટારર બાહુબલીને પાછળ મૂકી દેશે.