Not Set/ ઓપરેશન ઓલઆઉટ : કુલગામ સેકટરમાં સેનાએ ૩ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટના ભાગરૂપે સેનાને વધુ એક સફળતા મળી છે. રવિવારે કુલગામ સેકટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં જવાનોએ ૩ આતંકીઓને ઠાર કર્યા છે. કુલાગામના SSP હરમીત સિંહે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા ૩ આતંકીઓમાં ૨ પાકિસ્તાનના નાગરિક અને એન સ્થાનિક બતાવવામાં આવી રહ્યા છે. The encounter concluded just now and I […]

Top Stories India Trending

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટના ભાગરૂપે સેનાને વધુ એક સફળતા મળી છે. રવિવારે કુલગામ સેકટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં જવાનોએ ૩ આતંકીઓને ઠાર કર્યા છે.

કુલાગામના SSP હરમીત સિંહે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા ૩ આતંકીઓમાં ૨ પાકિસ્તાનના નાગરિક અને એન સ્થાનિક બતાવવામાં આવી રહ્યા છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, આ ૩ આતંકીઓ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છે. જેમાં એક આતંકીની ઓળખ પાકિસ્તાનના અબુ માજના રૂપમાં થઇ છે.

સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલગામના લર્રું વિસ્તારમાં ત્રણથી ચાર આતંકીઓ છુપાયા હોવાની ખબર મળી હતી. અ માહિતીના આધારે જ સેના દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું છે. જો કે આ ઓપરેશન દરમિયાન સ્થાનિક નાગરીકો પણ ઘાયલ થયા છે.

બીજી બાજુ સેનાએ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આતંકીઓ મોટી માત્રામાં વિસ્ફોટ લઈને આવ્યા છે, જેને સેનાએ ડીફ્યુઝ કરવાના હતા.

જો કે સેનના જવાનોની આ સલાહને નજરઅંદાજ કરીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોચ્યા હતા. આ દરમિયાન જ વિસ્ફોટ થતા બ્લાસ્ટ થયો હતો અને જેમાં ૧૨ લોકો ઘાયલ થયા છે. જયારે મોહમ્મદ ઉબેદ નામના એક વ્યક્તિનું મોત પણ થયું છે.