Not Set/ લિંબાયતમાં ૩વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાનો મામલો, બિહારથી ઝડપ્યો આરોપી

સુરત, સુરતના લિંબાયતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપીને બિહારથી ઝડપી પાડ્યો છે. આરોપી અનિલ યાદવને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિહારના ધનસુરીથી ઝડપી લીધો હતો. મોડી રાતે આરોપીને બિહારથી સુરત લવાયો હતો.અને રાતે જ આરોપી અનિલ યાદવનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું. આરોપી પર હુમલાની દહેશતને પગલે પોલીસ સતર્ક બની ગઈ છે. શહેરના લિંબાયત […]

Gujarat Surat Trending

સુરત,

સુરતના લિંબાયતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપીને બિહારથી ઝડપી પાડ્યો છે. આરોપી અનિલ યાદવને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિહારના ધનસુરીથી ઝડપી લીધો હતો.

મોડી રાતે આરોપીને બિહારથી સુરત લવાયો હતો.અને રાતે જ આરોપી અનિલ યાદવનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું. આરોપી પર હુમલાની દહેશતને પગલે પોલીસ સતર્ક બની ગઈ છે.

શહેરના લિંબાયત વિસ્તારમાંથી ગૂમ થયેલી બાળકીનો મૃતદેહ પાડોશીના ઘરમાંથી મળી આવ્યો હતો, પોલીસે દુષ્કર્મ અને હત્યાનો ભેદ કલાકોમાં ઉકેલી લીધો હતો. પોલીસે બાળકીની હત્યા અને દુષ્કર્મનો આરોપી અનિલ યાદવ પહેલા ફરાર થઇ ગયો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ દુષ્કર્મ અને હત્યા કરી તે પહેલા ચિક્કાર દારૂ પીધો હતો.

પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલતા પરિવારે સૌથી પહેલા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટનામાં જે સમાજની દીકરી ભોગ બની છે તે સમાજ દ્રારા કેન્ડલ માર્ચનું પણ આયોજન કરાયું હતુ. પરિવારજનો આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરી હતી.