Not Set/ નરેન્દ્ર મોદી કોઈ ખુદા નથી, ખુદા અલ્લાહ છે : ઓવૈસીનું ચોંકાવનારું નિવેદન

એઆઇએમઆઇએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રામ મંદિર, રાફેલ અને ઓઈલની વધતી કિંમતોને લઈને મંગળવારે કેન્દ્ર સરકાર પર ખુબ પ્રહાર કર્યા. આ દરમિયાન પીએમ પર હુમલો કરતા ઓવૈસીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી કોઈ ખુદા નથી, ખુદા અલ્લાહ છે. જોકે, ઓવૈસીએ રાહુલ ગાંધીની ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રાહુલ ગાંધી પોતે ભાજપની તાકાત છે. મોદી અને રાહુલ […]

Top Stories India

એઆઇએમઆઇએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રામ મંદિર, રાફેલ અને ઓઈલની વધતી કિંમતોને લઈને મંગળવારે કેન્દ્ર સરકાર પર ખુબ પ્રહાર કર્યા. આ દરમિયાન પીએમ પર હુમલો કરતા ઓવૈસીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી કોઈ ખુદા નથી, ખુદા અલ્લાહ છે.

જોકે, ઓવૈસીએ રાહુલ ગાંધીની ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રાહુલ ગાંધી પોતે ભાજપની તાકાત છે. મોદી અને રાહુલ કરતા દેશ મોટો છે. ઓવૈસીએ મુગલ શાસકોનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, તેઓ મુગલોને આક્રમણકારી નથી માનતા. મુગલ આ જ દેશમાં પેદા થયા અને તેઓ આપણા ઇતિહાસનો ભાગ છે. અને મુગલોએ ભારત પર કોઈ અહેસાન નથી કર્યું.

રાહુલ પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ પાસે શું છે, એ હજુ સુધી એમને સમજ નથી આવતું. રાહુલ ગાંધી ભાજપની તાકાત છે.

પીએમ પાર નિશાન સાધતા ઓવૈસીએ આરોપ લગાવ્યો એક, મોદીએ ગુજરાતની જમીન લોહીથી લાલ કરી છે. સાથે જ એમણે રાફેલ વિવાદ માટે પીએમ મોદીને જ જવાબદાર ગણાવ્યા હતા.