Not Set/ બાબરી મસ્જિદ વિવાદના પક્ષકાર ઈકબાલ અંસારીને મળ્યો ધમકીભર્યો પત્ર

અયોધ્યા, બાબરી મસ્જિદ વિવાદના પક્ષકાર ઈકબાલ અંસારીને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્ર મોકલનારે વિશ્વ હિન્દુ પરિષદના ગૌરક્ષા પ્રમુખ હોવાનો દાવો કરતા પોતાનુ નામ સુર્યપ્રકાશ સિંહ જણાવ્યુ છે. આ ધમકીવાળા પત્રમાં કહેવાયુ છે કે, તેઓ બાબરી મસ્જિદ પર પોતાની દાવેદારી છોડે નહીં તો તેમને ભારતની સરહદથી બહાર કરી દેવામાં આવશે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યુ […]

India Trending

અયોધ્યા,

બાબરી મસ્જિદ વિવાદના પક્ષકાર ઈકબાલ અંસારીને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્ર મોકલનારે વિશ્વ હિન્દુ પરિષદના ગૌરક્ષા પ્રમુખ હોવાનો દાવો કરતા પોતાનુ નામ સુર્યપ્રકાશ સિંહ જણાવ્યુ છે.

આ ધમકીવાળા પત્રમાં કહેવાયુ છે કે, તેઓ બાબરી મસ્જિદ પર પોતાની દાવેદારી છોડે નહીં તો તેમને ભારતની સરહદથી બહાર કરી દેવામાં આવશે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યુ છે કે, દાવો છોડશે તો તેમને ગળે લગાવવામાં આવશે.

આ પત્ર મોકલનારે પોતાનુ નામ સુર્યપ્રકાશ સિંહ જણાવ્યુ છે. અયોધ્યા બાબરી મસ્જિદ પક્ષકાર ઈકબાલ અંસારીને પત્રના માધ્યમથી ધમકી મળી છે. ધમકીભર્યો પત્ર ઉત્તરપ્રદેશના અમેઠી વિસ્તારથી લખાયો છે.

આ પત્રમાં રામજન્મભૂમિ મુક્તિ આંદોલન કારસેવા વહીની પ્રમુખ ગૌરક્ષ તથા વિહીપનુ નામ પણ લખ્યુ છે. અયોધ્યાના રાજકુમારર સાવનું કહેવુ છે કે, પત્રની તપાસ થઈ રહી છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. ઈકબાલની સુરક્ષાને લઈને ઉચ્ચ અધિકારીને સૂચિત કરવામાં આવશે. ઈકબાલ અંસારીએ પોતાને જીવનુ જાખમ હોવાનુ જણાવ્યુ છે.

આ અંગે ઈકબાલ અંસારીનું કહેવુ છે કે, મોડી સાંજે કુરીયર દ્વારા તેને ૪ પાનાનો ધમકીભર્યો પત્ર મળ્યો હતો. ઈકબાલ અંસારીએ સુરક્ષા વધારવાની માંગણી કરી છે.