દિલ્હી, ગોવા અને આંધ્રપ્રદેશમાં ચાર વિધાનસભાની બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ ચુક્યાં છે. ગોવાની પણજી સીટ માટે સીએમ મનોહર પારિકર જ ઉમેદવાર હતાં.જેમાં પારિકરની જીતની ઘોષણા થઈ છે. અન્ય બેઠકો ઉપર હજુ મતગણતરી ચાલુ છે. સીએમ પારિકર 4803 મત સાથે જીતી ગયા છે. બવાનામાં પહેલા રાઉન્ડથી જ કોંગ્રેસ ઉમેદવાર સુરેન્દ્ર કુમાર આગળ ચાલી રહ્યા છે. બીજેપી બીજા ક્રમે અને આપ ત્રીજા ક્રમે છે.નંદયાલ સીટ પર બીજા રાઉન્ડ પછી ટીડીપી કેન્ડિડેટ 2832 મતથી આગળ ચાલી રહ્યા છે.
દિલ્હીના બવાના, ગોવાના પણજી, વાલપેઈ અને આધ્રપર્દેશના નંદયાલ સીટ માટે 23 ઓગસ્ટના રોજ મતદાન કરવામાં આવ્યું હતું. પણજી સીટ માટે ગોવાના સીએમ મનોહર પારિકર જ ઉમેદવાર છે. જ્યારે દિલ્હીની બવાના સીટ માટે આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસની વચ્ચે ટક્કર છે. આંધ્ર પ્રદેશની નંદયાલ સીટ પર ચૂંટણી જીતવા માટે સીએમ ચંદ્રાબાબૂ નાયડૂએ પ્રચારમાં ખૂબ મહેનત કરી હતી.
