Not Set/ શેરડીના નાણા નહી ચૂકવાય તો 31મી ઓક્ટોબરે લઈશું જળસમાધી: ખેડૂતો

બોડેલી, શેરડીના નાણા નહી ચુકવાતા સરદાર સુગર લઢોદના ખેડૂતોએ જળસમાધીની ચીમકી ઉચ્ચારી છે. સરદાર સુગર લઢોદના લેણદાર ખેડૂતોએ કેવડીયા જઈ સરદાર સરોવરમાં સામૂહિક જળ સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે અને તે અગાઉ ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર સુગર ફેક્ટરી ,લઢોદ ખાતે  છેલ્લા ઘણા વર્ષોથી અનાવરણથી વંચિત રહેલી આદરણીય  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સ્વચ્છ કરી સુત્તરની […]

Top Stories Gujarat Others Videos

બોડેલી,

શેરડીના નાણા નહી ચુકવાતા સરદાર સુગર લઢોદના ખેડૂતોએ જળસમાધીની ચીમકી ઉચ્ચારી છે. સરદાર સુગર લઢોદના લેણદાર ખેડૂતોએ કેવડીયા જઈ સરદાર સરોવરમાં સામૂહિક જળ સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે અને તે અગાઉ ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર સુગર ફેક્ટરી ,લઢોદ ખાતે  છેલ્લા ઘણા વર્ષોથી અનાવરણથી વંચિત રહેલી આદરણીય  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સ્વચ્છ કરી સુત્તરની આંટી પહેરાવી પ્રતિમાનું અનાવરણ કરશે. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ સરદાર સરોવર કેવડીયા ખાતે જઇ જળ સમાધી લેવા માટેનો મક્કમ નિર્ણય કર્યો છે.