Not Set/ video: મંતવ્ય ન્યુઝનું રિયાલિટી ચેક, કાયદાકીય ધારાધોરણો અને ફાયર સેફટીના નિયમોનું પાલન થાય છે કે કેમ?

અમદાવાદ, અમદાવાદનો દિલ્હી દરવાજા એક એવો વિસ્તાર છે કે જ્યા ૨૪ કલાક માણસો અને વાહનોની ધમધમાટ જોવા મળતી  હોય છે.  અહી મોટી સંખ્યામાં સીઝનલ વેપાર થતો હોય છે. ત્યારે હવે જયારે દિવાળી નજીક આવી રહી હોવાથી વેપારીઓ ફટાકડાના વેચાણમાં લાગી ગયા છે. આવા વિસ્તારમાં આવેલી ફટાકડાની  દુકાનોની હારમાળાનું  મંતવ્ય ન્યુઝે  રિયાલિટી  ચેક કર્યું  હતું. જેમાં […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદનો દિલ્હી દરવાજા એક એવો વિસ્તાર છે કે જ્યા ૨૪ કલાક માણસો અને વાહનોની ધમધમાટ જોવા મળતી  હોય છે.  અહી મોટી સંખ્યામાં સીઝનલ વેપાર થતો હોય છે.

ત્યારે હવે જયારે દિવાળી નજીક આવી રહી હોવાથી વેપારીઓ ફટાકડાના વેચાણમાં લાગી ગયા છે. આવા વિસ્તારમાં આવેલી ફટાકડાની  દુકાનોની હારમાળાનું  મંતવ્ય ન્યુઝે  રિયાલિટી  ચેક કર્યું  હતું.

જેમાં અનેક ગંભીર બાબતો સામે આવી જે જાણીને તંત્રના હોંશ  ઉડી જાય. PESO નું લાયસન્સ તેમજ કોર્પોરેશન દ્વારા આપવામાં  આવતું  ‘નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ’  આ તમામ દુકાનોમાંથી ગાયબ જોવા મળ્યા. અમારો પ્રયાસ એ જ રહ્યો કે મહત્તમ રીતે તમામ સુરક્ષાના નિયમોની તપાસ કરીને તમારી સામે સત્યને ઉજાગર કરીએ.

વાસ્તવિક સ્થિતિથી વિવિધ દુકાનોમાં ફરતા દુકાનની સામે આગ લાગે ત્યારે  તેને  ડામવા માટે પાણીના ડ્રમ તો જોવા મળ્યા  પરંતુ , તે ડ્રમમાં યોગ્ય સમયે પાણી હશે કે નહી તેની કોઈ ખાતરી જ નથી. આ એવો વિસ્તાર છે  જ્યાં અનેક વખત આગ લાગવાની ઘટના  પહેલા પણ  સામે  આવી ચુકી છે.

ત્યારે આ વર્ષે  આવું કઈ ન થાય તેની જરા પણ ખાતરી  જોવા મળતી નથી. ઘણા વર્ષોથી  આ જગ્યા પર સેંકડો દુકાનો ચાલતી હતી.  શહેરની ફાયર ટિમ દ્વારા અમુક દુકાનોને તો તાળા લગાડવામાં આવ્યા છે. પરંતુ  વધુમાં વધુ તકેદારી રાખીને આ વિસ્તારમાં આગ લાગવાની ઘટના ઓછી બને તે  માટે તંત્રને ઘોર નિંદ્રા માંથી જગાડવાની  જરૂરિયાત ઉભી થઇ છે. ત્યારે આ મુદ્દે AMC નાં ચીફ  ફાયર  ઓફિસર એમ. એફ . દસ્તુરે શું કહ્યું , આવો સાંભળીયે