Not Set/ આ છે ભારતની પહેલી મહિલા ‘દેશી શેરલોક હોમ્સ’, કરતબ વાંચીને થશે અચરજ

જાસુસી દુનિયાની નામ આવે એટલે તમને પહેલું નામ શેરલોક હોમ્સનું યાદ આવે પરંતુ શું તમે ભારતની આ પહેલી મહિલા જાસુસ વિષે જાણો છો? રજની પંડિત. મહારાષ્ટ્રનાં પહેલાં પ્રાઇવેટ લેડી ડિટેકટર અને ભારતનાં પણ પહેલાં લેડી ઇન્વેસ્ટીગેટર તરીકે ગણાય છે. એમણે પોતાનાં અનુભવો પર બે બુક પણ લખી છે. 22 વર્ષની ઉમરે એમણે એક ડબલ મર્ડર […]

Top Stories India

જાસુસી દુનિયાની નામ આવે એટલે તમને પહેલું નામ શેરલોક હોમ્સનું યાદ આવે પરંતુ શું તમે ભારતની આ પહેલી મહિલા જાસુસ વિષે જાણો છો?

રજની પંડિત. મહારાષ્ટ્રનાં પહેલાં પ્રાઇવેટ લેડી ડિટેકટર અને ભારતનાં પણ પહેલાં લેડી ઇન્વેસ્ટીગેટર તરીકે ગણાય છે. એમણે પોતાનાં અનુભવો પર બે બુક પણ લખી છે. 22 વર્ષની ઉમરે એમણે એક ડબલ મર્ડર મિસ્ટ્રીનો કેસ સોલ્વ કર્યો હતો જે એમનાં કરિયરનો સૌથી મુશ્કેલ કેસ હતો જેમાં તેઓ છ મહિના સુધી કામવાળી બનીને રહ્યાં હતા.

કેસને સોલ્વ કરવા માટે તેઓએ ઘણાં બધાં રૂપ ધારણ કરેલાં છે જેમાં તેઓ કોઈવાર અંધ લેડી બન્યા છે તો કોઈવાર પ્રેગનેન્ટ લેડી, તો ક્યારેક બોલી ન સકતી મહિલાનો રોલ પણ નિભાવ્યો છે. તેઓ કહે છે કે ડર નામનો શબ્દ મારી ડીક્ષનરીમાં છે જ નહી.

પોતાની જાસુસીનાં કામને લઈને આ લેડી શેરલોક હોમ્સ જેલમાં પણ જઈ આવ્યા છે. ભારતનાં જાસુસોનાં લીસ્ટમાં તેઓ ઘણાં પ્રખ્યાત છે. એમનાં પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે જેનું નામ ‘લેડી જેમ્સ બોન્ડ’ રાખવામાં આવ્યું હતું.

રજની પંડિતને ઘણાં એવોર્ડ પણ પ્રાપ્ત થયેલાં છે. તેઓ બીજી મહિલાઓની ભરતી કરી એમને જાસુસ તરીકે કામ કરવાની ટ્રેનીંગ આપે છે.