Not Set/ જસદણ કોંગ્રેસમાં ભડકો : જસદણ – વિંછીયા તાલુકા પ્રમુખોએ આપ્યા રાજીનામાં

જસદણ-વીંછિયા બેઠકના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી યોજાનાર છે. પેટાચૂંટણી ગમે ત્યારે જાહેર થનાર છે, ત્યારે જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને વીંછિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં પેટા ચૂંટણી પહેલા જ ભૂકંપ આવ્યાની પરિસ્થિતિ સર્જાઇ છે. જસદણ-વીંછિયા પંથક બાવળિયાનો ગઢ માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસમાંથી બન્ને પ્રમુખોએ રાજીનામું ધરી દેતા રાજકારણમાં ચર્ચાનો વિષય […]

Top Stories Gujarat Rajkot

જસદણ-વીંછિયા બેઠકના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી યોજાનાર છે. પેટાચૂંટણી ગમે ત્યારે જાહેર થનાર છે, ત્યારે જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને વીંછિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં પેટા ચૂંટણી પહેલા જ ભૂકંપ આવ્યાની પરિસ્થિતિ સર્જાઇ છે. જસદણ-વીંછિયા પંથક બાવળિયાનો ગઢ માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસમાંથી બન્ને પ્રમુખોએ રાજીનામું ધરી દેતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ મોહનભાઇ કાકડિયાએ રાજીનામું આપી જણાવ્યું હતું કે, હાલમાં કોંગ્રેસ પક્ષમાં અવગણના થતા બહારથી કોંગ્રેસના આગેવાનો આવી અમારા વિસ્તારમાં અમારી અવગણના કરે છે.

વીંછિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કડવાભાઇ કે. જોગરાજીયાએ રાજીનામાનો પત્ર મોકલી જણાવ્યું હતું કે, મારી તબીયત સારી રહેતી ન હોવાથી અને મારાથી કામ થતું ન હોવાથી સ્વેચ્છાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવા સમંતિ દર્શાવું છું.

પરંતુ રાજકીય વર્તુળોમાં એવી પણ એક ચર્ચા ચાલી રહી છે કે, કડવાભાઇ વીંછિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે આથી ચેરમેન પદ જાળવી રાખવા માટે કુંવરજીભાઇ બાવળીયાએ રાજકીય દબાણ કરતા પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે.