સરકારે હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી દીધા બાદ કેટલાક હુક્કાબારના સંચાલકો હજુ પણ ગેરકાયદેસર હુક્કાબાર ચલાવી રહ્યાં છે. અમદાવાદના મણિનગર વિસ્તારની હદમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં લાંબા સમયથી ચાલતું હુક્કાબાર પોલીસે ઝડપી પાડ્યું છે.

આ સાથે જ પોલીસે હુક્કા પીતા 5 લોકોની ધરપકડ પણ કરી છે. તેમજ હુક્કા અને ફ્લેવર સહિતની સામગ્રી પણ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા પણ અમદાવાદમાં એપાર્ટમેન્ટમાંથી હુક્કાબાર પકડાયા હોવાની ઘટના બની છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસને બાતમીના આધારે જગાભાઈ પાર્ક સામે આવેલા આશીર્વાદ અપોર્ટમેન્ટમાં આ હુક્કાબાર ધમધમતુ હતું.

પોલીસે રેડ કરીને 5 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ છે, છતા નિયમને બાજુમાં મૂકીને ધમધમી રહેલા હુક્કાબાર અનેક વખત દરોડામાં આવી ચૂક્યા છે.
