મુંબઈ,
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની લાઈફની નવી શરૂઆત માટે તૈયાર છે. તેના લગ્ન સાથે જોડાયેલી રસમોની શરૂઆત પણ થઇ ચુકી છે. હાલમાં જ દીપિકા પાદુકોણના ઘરે કરવામાં આવેલ પુજાની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. દીપિકાની હેયર સ્ટાઈલિસ્ટ શાલીના નથાનીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં દીપિકા પુજા કરતી જોવા મળી રહી છે.
https://www.instagram.com/p/Bpqxqh8Hpbg/?utm_source=ig_embed
શાલીનાએ દીપિકાના ફોટો શેર કરતા લખ્યું કે ‘લવ યુ ટુ ધ મૂન એન્ડ બેક. તમને આ દુનિયાની બધી જ ખીશીયો મળે. આ ફોટામાં દીપિકા સબ્યાસાચી સૂટમાં જોવા મળી રહી છે. આ પુજામાં દીપિકાનના નિકટના મિત્રો શામિલ થયા છે. શાલીનાએ જે ફોટા શેર કર્યા છે તેમાં દીપિકાના ફેન્સ તરફની ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ચાહકોએ તેનો આભાર માન્યો કેમકે તેના કારણે દીપિકા આ ફોટા સામે આવી શક્યા.
https://www.instagram.com/p/BpqynOlFoZO/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે દીપિકા અને રણવીરના લગ્ન 14-15 નવેમ્બરે થવાના છે. આ મેરેજને બે રસમોથી કરવામાં આવશે 14 નવેમ્બરે સાઉથ ઇન્ડિયન રસમથી લગ્ન થશે અને 15 નવેમ્બરે પંજાબી રીતિરીવાજથી આનંદ કારજની વિધિ પૂરી કરવામાં આવશે. આ પછી 1 ડીસેમ્બરે મુંબઈમાં આ લગ્નની રિસેપ્શન પાર્ટી આપવામાં આવશે.
