મુંબઇ,
ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહેલ અભિનેત્રી સોનાલી બેન્દ્રે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના લગ્નના પહેલા સમારોહના શમિલ થઈ અને જીવનની નવી શરૂઆત માટે પ્રિયંકાને ઘણી શુભકામનાઓ પણ આપી. સોનાલીએ ગુરુવારે રાત્રે પ્રિયંકા અને અભિનેત્રી નીતુ કપૂર સાથે એક ફોટો શેર કર્યો. ફોટામાં તે રેડ રંગના કપડા અને વિગમાં જોવા મળી રહી છે.

આ તસ્વીર સાથે તેને લખ્યું કે “કોઈ વ્યક્તિની ખાસ પળોમાં શામિલ થવું હંમેશા સારું લાગે છે. આ ત્યારે રોમાંચક થઇ જાય છે જયારે નિકટના મિત્રો પાર્ટીમાં હોય. કેટલી શાનદાર સાંજ હતી. તમારી બ્રાઈડલ શાવર પાર્ટી પ્યાર અને હંસીથી ભરપુર હતી. તમે તમારા જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો. પર્થના કરું છું કે આનથી પણ વધારે પ્યાર અને હંસી તમારા જીવનમાં બની રહે. તમને ખુબ જ શુભેચ્છાઓ અને ઘણો પ્યાર.”

આપને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે પ્રિયંકાના દોસ્તો અને પરિવારજનોએ તેની અને નિક જોનસના લગ્ન પહેલા બ્રાઈડલ શાવરનું આયોજન કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે નિક અને પ્રિયંકા ડીસેમ્બરમાં રાજસ્થાનના મેહરાનગઢ કિલ્લામાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
