Not Set/ પેટ્રોલપંપ પર વહેલી સવારે ધુમ્મસની આડમાં લૂંટ, વોચમેન ઉપર કર્યું ફાયરિંગ

સુરત, સુરત પલસાણાના કરણ પેટ્રોલપંપ પર વહેલી સવારે ધુમ્મસની આડમાં લૂંટ કરી લૂંટારુ ફરાર થઇ ગયા હતા. યામાહાની સ્પોર્ટ બાઇક પર 3 ઇસમો રેકી કરી લૂંટ મચાવી હતી. લુંટારુઓએ પાણી પીવાના બહાને પેટ્રોલપંપના કર્મચારીને વાતોમાં નાખી લૂંટ ચલાવી હતી. આ સિવાહ લૂંટારૂઓએ વોચમેન પર પણ ફાયરિંગ કર્યું હતું. જેમાં સદનસીબે વોચમેનનો બચાવ થયો. અંદાજીત ૫૫ […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરત પલસાણાના કરણ પેટ્રોલપંપ પર વહેલી સવારે ધુમ્મસની આડમાં લૂંટ કરી લૂંટારુ ફરાર થઇ ગયા હતા. યામાહાની સ્પોર્ટ બાઇક પર 3 ઇસમો રેકી કરી લૂંટ મચાવી હતી.

લુંટારુઓએ પાણી પીવાના બહાને પેટ્રોલપંપના કર્મચારીને વાતોમાં નાખી લૂંટ ચલાવી હતી. આ સિવાહ લૂંટારૂઓએ વોચમેન પર પણ ફાયરિંગ કર્યું હતું. જેમાં સદનસીબે વોચમેનનો બચાવ થયો.

અંદાજીત ૫૫ હજાર રોકડા લઈ ત્રણ લૂંટારુઓ ફરાર થયા. ઘટનાની જાણ પોલીસને થતા પલસાણા પોલીસ સહિત બારડોલી ડી.વાય. એસ.પી ઘટના સ્થળે પહોચ્યા હતા.