નવી દિલ્હી,
ફિલ્મ નિર્માતા વિજય કૃષ્ણ દ્વારા નિર્દેશિત મુવી “ઠગ્સ ઓફ હિન્દુસ્તાને” પડદા પર ઉતરવાની સાથે જ દેશભરમાં અઢળક કમાણી કરી છે. આ ફિલ્મના રિલીઝ થયા બાદ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કુલ કલેક્શન ૫૨.૨૫ કરોડ રૂપિયા સામે આવ્યું છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા આ બોક્સ ઓફિસ પર થયેલા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ઠગ્સ ઓફ હિન્દુસ્તાને પ્રથમ દિવસની કમાણીના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
#ThugsOfHindostan smashes *all records* [Hindi films] as it breaches ₹ 50 cr on *Day 1*… Sets new BENCHMARKS in some circuits… Big holiday [#Diwali] + tremendous hype + massive screen count help put up a SENSATIONAL TOTAL…
— taran adarsh (@taran_adarsh) November 9, 2018
જો કે આ પહેલા સોશિયલ મીડિયામાં આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાને લઇ ખુબ ખરાબ રીવ્યુ સામે આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ દેશભરમાં હિન્દી ભાષાની સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવી છે.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાને બનાવ્યા આ રેકોર્ડ
આ ફિલ્મ દેશભરમાં કુલ ૫૦૦૦થી વધુ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. તરણ આદર્શના જણાવ્યા મુજબ,
૧. આ ફિલ્મએ દિવાળીના રિલીઝના ઇતિહાસમાં કોઈ પણ એક દિવસે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
૨. આ સાથે આ પહેલી ફિલ્મ બની ગઈ છે જેને કોઈ પણ એક દિવસે બોક્સ ઓફિસ પર સૌથી વધુ કલેક્શન કર્યું છે.
૩. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ખર્ચના હિસાબથી સૌથી મોંધી ફિલ્મ બતાવવામાં આવી રહી છે.
