Not Set/ મધ્યપ્રદેશ: નેતાઓ કરતાં તેમની પત્નિઓની આવક ડબલ

ભોપાલ મધ્યપ્રદેશમાં ચૂંટણીઓની જાહેરાત થયા પછી રાજકીય નેતાઓના પરિવારોની આવકના ખુલાસા થયા છે.મધ્યપ્રદેશના હેવી વેઇટ ગણાતા અનેક નેતાઓની આવક કરતાં તેમની પત્નિઓની આવક વધુ હોવાનું સામે આવ્યું છે,જેમાં મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણની વાઇફ પણ સામેલ છે. ભાજપના સીએમ પદના દાવેદાર શિવરાજ ચૌહાણની વાર્ષિક આવક 19.7 લાખ રૂપિયાની છે જ્યારે તેમના પત્નિ સાધના સિંહની આવક તેમના કરતાં […]

Top Stories India

ભોપાલ

મધ્યપ્રદેશમાં ચૂંટણીઓની જાહેરાત થયા પછી રાજકીય નેતાઓના પરિવારોની આવકના ખુલાસા થયા છે.મધ્યપ્રદેશના હેવી વેઇટ ગણાતા અનેક નેતાઓની આવક કરતાં તેમની પત્નિઓની આવક વધુ હોવાનું સામે આવ્યું છે,જેમાં મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણની વાઇફ પણ સામેલ છે.

ભાજપના સીએમ પદના દાવેદાર શિવરાજ ચૌહાણની વાર્ષિક આવક 19.7 લાખ રૂપિયાની છે જ્યારે તેમના પત્નિ સાધના સિંહની આવક તેમના કરતાં ત્રણ ગણી એટલે 37.94 લાખ રૂપિયા વાર્ષિક છે.ગત ઇલેક્શનમાં શિવરાજ ચૌહાણની વાર્ષિક આવક 17.12 લાખ રૂપિયા હતી જ્યારે સાધના સિંહની આવક 20.5 લાખ રૂપિયા હતી.

બીજા નેતાઓની વાત કરીએ તો ભાજપની સરકારના મંત્રી ભુપેન્દ્ર સિંહની આવક 97 લાખ રૂપિયાની છે,જ્યારે તેમના પત્નિ સરોજ સિંહની આવક 4.5 કરોડ રૂપિયાની છે.એવી રીતે જે મંત્રી રાજેન્દ્ર શુક્લની વાર્ષિક આવક 6.6 લાખ રૂપિયાની છે,જ્યારે તેમના પત્નિ સુનિતા શુક્લની આવક 26.66 લાખ રૂપિયા વાર્ષિક છે.મંત્રી સંજય પાઠકની આવક 85 લાખ રૂપિયાની વાર્ષિક છે,જ્યારે તેમના પત્નિ નીધિ પાઠકની આવક 1.4 કરોડ રૂપિયાની છે.

નેતાઓએ ચૂંટણી પંચ સમક્ષ કરેલી એફિડેવિટમાં આવકની આ વિગતો સામે આવી છે.

કોંગ્રેસના પીઢ નેતા સુરેશ પચૌરીની આવક 19.99 લાખ રૂપિયાની છે,જ્યારે તેમના પત્નિ ડો.સુપર્ણા શર્માની આવક 22.61 લાખ રૂપિયાની છે.કોંગ્રેસના વર્કિંગ પ્રેસીડન્ટ જીતુ પટવારીની વાર્ષિક આવક 15.75 લાખની છે,જ્યારે તેમના પત્નિ રેણુકા પટવારીની આવક 17.5 લાખ રૂપિયાની છે.કોંગ્રેસના 4 સમય ધારાસભ્ય રહી ચુકેલા બાલા બચ્ચનની આવક 7.2 લાખની છે,જ્યારે તેમના પત્નિ પ્રવીણા બચ્ચનની આવક 10.32 લાખ રૂપિયાની છે.