સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર પાસેના રાજકોટ ચોટીલા હાઈવે નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી. ઉલ્લેખનિય છે કે ટ્રકે કારને ટક્કરમારી ત્યારે કારમાં કુલમાં સાત લોકો સવાર હતા.

જેમાંથી 3 લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તો ઘાયલોને સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો બીજી બાજુ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે.

મહત્વનું છે કે વડોદરાનો પરિવાર ગોંડલ તરફથી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો હાલ તો અકસ્માતને પગલે ચોટીલા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
