સિંગાપુર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની વિદેશયાત્રા પર સિંગાપુર પહોચ્યા છે. આ યાત્રા દરમિયાન પીએમ મોદી આસિયાન-ઇન્ડિયા સમિટમાં ભાગ લેશે.
સિંગાપુર પહોચ્યા બાદ પીએમ મોદી સૌપ્રથમ ફિનટેક ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતા ને અહિયાં તેઓએ કી-નોટ ભાષણ આપ્યું હતું.
I say this to all the fintech companies and startups – India is your best destination: Prime Minister Narendra Modi delivering the keynote address at Singapore Fintech Festival #Singapore pic.twitter.com/3r2dapo3aB
— ANI (@ANI) November 14, 2018
ફિનટેક ફેસ્ટિવલમાં પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના ૪.૫ વર્ષના કામકાજની ઉપલબ્ધિઓ તેમજ દેશમાં ઉદ્યોગ કરવા માટે વેપારીઓને મળતી સુવિધાઓ માટે ઉઠાવવામાં આવેલા પગલાઓ અંગે જણાવ્યું હતું. સાથે સાથે તેઓએ ફિનટેક કંપનીઓને ભારતમાં વેપાર કરવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે, “ભારતમાં આજે એક નવી આર્થિક ક્રાંતિ થઇ રહી છે”.
કી-નોટ ભાષણમાં તેઓએ કહ્યું,
ભારતના યુવાઓએ આજે દુનિયામાં પોતાની ટેકનિકની શક્તિ બતાવી છે અને આ ઇવેન્ટ આ જ શક્તિને બતાવે છે.
It is a great honour to be the first head of govt to deliver the keynote address at Singapore Fintech Festival. It is an acknowledgment of the financial revolution sweeping through India & transforming the lives of 1.3 billion people: PM Modi in Singapore pic.twitter.com/j8wRfb3oDV
— ANI (@ANI) November 14, 2018
હું ભારતનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેઓએ આ ફિનટેક ફેસ્ટિવલમાં કી-નોટ ભાષણ આપવાનો મૌકો મળ્યો છે.
અહિયાથી જ અમે રૂપે કાર્ડની શરૂઆત કરી હતી.
આજે દેશમાં સરકાર ચલાવવાનો અભિગમ બદલાઈ ગયો છે, ગવર્નન્સમાં હવે ટેકનિક હાવી થઇ રહી છે.
અમે સમાન્ય જિંદગી બદલવાળા અસાધારણ અને પ્રેરણાદાયક વાતો જોઈએ છીએ. પરંતુ આ બાબતોમાં પણ હજુ ઘણું કરવાનું બાકી છે.
અમારું ધ્યાન “અંત્યોદયના માધ્યમથી સર્વોદય” પર હોવું જોઈએ.
ભારતની વાત ફિનટેકના છ મોટા ફાયદાઓને જણાવે છે : પ્રવેશ, સમાવેશ, કનેક્ટિવિટી, જીવનમાં સહેલાઇ, નવા અવસર અને ઉત્તરદાઈત્વ
